Home Gujarat Amraiwadi In The Man Who Asked To Removethe Bike Hit The Couple And Teased The Wife Against Her Husband

અમદાવાદમાં પતિની નજર સામે પત્નીની છેડતી : બાઇક હટાવવાનું કહેતા શખ્સે દંપતીને ફટકાર્યું, આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો!

અમદાવાદમાં પતિની નજર સામે પત્નીની છેડતી
Published by: OBS Bureau
Last Updated: Jun 09, 2025, 02:26 PM IST

અમદાવાદ:અમરાઇવાડીમાં બેન્કકર્મી તેના પરિવાર સાથે માસીને મળવા ગયો હતો. બાદમાં ત્યાંથી ઘરે પરત જતી વખતે રસ્તામાં એક શખ્સ બાઇક લઇને ઉભો હતો જેથી યુવકે તેને સાઇડમાં લેવાનું કહેતા બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો.

બાદમાં યુવકની પત્ની વચ્ચે પડતા શખ્સે દંપતીને લોખંડની પાઇપથી ફટકારીને પતિની સામે પત્નીની છેડતી કરી હતી. આ અંગે યુવકે શખ્સ સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

કૃષ્ણનગરમાં રહેતો 42 વર્ષીય યુવક સુભાષબ્રિજ પાસે ખાનગી બેન્કમાં એમ.આઇ.એસ ઓફિસર તરીકે નોકરી કરે છે. જેમાં રવિવારે તેઓ અમરાઇવાડીમાં રહેતા તેમના માસીના ત્યાં પરિવાર સાથે મળવા ગયા હતા. બાદમાં પરત ઘરે જતા હતા ત્યારે છોટાલાલ મગનલાલ ચાલી પાસે પહોચ્યા તે સમયે કાના જયસ્વાલ તેની બાઇક લઇને રસ્તાની વચ્ચે ઉભો રહ્યો હતો.

જેથી યુવકે તેને બાઇક સાઇડમાં લેવાનુ તથા મારે નીકળવુ છે તેમ કહેતા કાનાએ ઉશ્કેરાઇને બાઇક અહિથી હટશે નહિ કહીને બિભત્સ ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો. જેથી પત્ની વચ્ચે પડતા કાનાએ તેની છેડતી કરીને તેને પણ માર માર્યો હતો.

બાદમાં દંપતીને લોખંડની પાઇપથી ફટકાર્યા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા દંપતીને છોડાવ્યુ હતુ. તેમજ કાનો મારૂ નામ લેશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. આ અંગે યુવકે શખ્સ સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now