Home Gujarat Amraiwadi In A Man Along With His Father And Two Brothers Beat Up Friend And Beat Him With A Paddle

ગિફ્ટની પાણીની બોટલ માંગતા ખેલાયો લોહિયાળ જંગ : અમરાઇવાડીમાં શખ્સે પિતા અને બે ભાઇ સાથે મળીને મિત્રને ફટકારી ચપ્પુના ઘા માર્યા

ગિફ્ટની પાણીની બોટલ માંગતા ખેલાયો લોહિયાળ જંગ
Published by: OBS Bureau
Last Updated: Jun 03, 2025, 02:10 PM IST

અમદાવાદ: અમરાઇવાડીમાં શખ્સે પિતા અને ભાઇ સાથે મળીને મિત્રને ચપ્પુના ઘા માર્યા હતા. જેમાં મિત્રે શખ્સ પાસે સીમકાર્ડ એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરાવ્યુ હતુ તે સમયે પાણીની બોટલ ગિફ્ટમાં આપવાની વાત કરી હતી. જેથી મિત્ર શખ્સને મળતા તેને પાણીની બોટલ માંગતા ઝઘડો થયો હતો. આ અંગે મિત્રે ચારેય શખ્સો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

અમરાઇવાડીમાં રહેતા રાહુલરાજ ગુપ્તા શાકભાજીનો ધંધો કરે છે. જેમાં તેમને મિત્ર રાજુ કલાલ પાસે સીમકાર્ડ એક કંપનીમાંથી અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરાવ્યુ હતુ. તે સમયે રાજુએ ગિફ્ટમાં પાણીની બોટલ આપવાની વાત કરી હતી. ગત 2 જૂને રાહુલરાજ પાણીપુરીની લારી પર હતો તે સમયે રાજુ ત્યાં આવતા રાહુલે પાણીની બોટલની માંગણી કરી હતી. જેથી રાજુએ ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન રાજુના પિતા દિનેશભાઇ, ભાઇ અરૂણ અને યશ પણ ત્યા આવ્યા હતા.

જ્યારે ચારેયે ભેગા મળીને રાહુલરાજને દંડાથી ફટકાર્યો હતો. આટલું જ નહિ ચપ્પુના ઘા પણ માર્યા હતા. ત્યારે ચારેય પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારે ઇજાગ્રસ્ત રાહુલરાજને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે રાહુલરાજે ચારેય સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now