કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે હાલમાં જ એક ટ્વીટ દ્વારા તેમના નવા ઈમેઈલ સરનામાની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે હવે તેઓ ઈમેઈલ માટે Zoho Mail પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. ટ્વીટમાં તેમણે સ્પષ્ટ લખ્યું કે: "બધાને નમસ્તે, મેં Zoho મેઇલ પર સ્વિચ કર્યું છે. કૃપા કરીને મારા ઈમેઈલ સરનામાંમાં ફેરફારની નોંધ લેજો. મારું નવું ઈમેઈલ સરનામું [email protected] છે. ભવિષ્યમાં મેઇલ દ્વારા પત્રવ્યવહાર માટે, કૃપા કરીને આ સરનામાનો ઉપયોગ કરો."
ભારતીય ઇમેઈલ સર્વિસ!
Zoho Mail એક ભારતીય ઇમેઈલ સર્વિસ છે અને તે હંમેશા પોતાના ડેટાને ભારતની અંદર જ સુરક્ષિત રીતે રાખવાની ખાતરી આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશી ટેક્નોલોજી અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટે જે નિર્દેશ આપ્યો છે. ત્યારે હવે અમિત શાહે પોતાનો ઈમેઈલ માટે આ પગલું ભર્યાનું કહેવામાં આવી રહ્યું છે.
અશ્વિની વૈષ્ણવે પણ સપોર્ટ જાહેર કર્યો હતો!
હાલમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ Zoho Mail માટે પોતાનો સપોર્ટ જાહેર કર્યો હતો અને લોકોને સ્વદેશી ટેક્નોલોજી અપનાવવાનો આગ્રહ કર્યો હતો. આમ અગ્રણી નેતાઓ દ્વારા દેશી ટેક્નોલોજીના સ્વીકારથી ડિજિટલ ભારતને વધુ મજબૂતી મળશે એવી આશા છે.
Zoho શું છે?
1996માં શ્રીધર વેમ્બુ અને ટોની થોમસ દ્વારા સ્થાપિત Zoho કોર્પોરેશન, ચેન્નાઈ સ્થિત સોફ્ટવેર-એઝ-એ-સર્વિસ (SaaS) કંપની છે, આ કંપનીનું હેડકવાર્ટર ચેન્નાઈમાં છે. જે ઇમેઇલ એકાઉન્ટિંગ, HR, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, CRM અને અન્ય કાર્યો માટે 55થી વધુ ક્લાઉડ-બેઝ્ડ ટૂલ્સ ઓફર કરે છે.