Home Gujarat Amit Shah Kamalam Meeting Gujarat Bjp Roadmap For 2027 Assembly Election

ગુજરાત ભાજપે 2027 વિધાનસભા ચૂંટણી માટે શરૂ કરી તૈયારીઓ : અમિત શાહની હાજરીમાં કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક

BJP Meeting
Published by: Vishal Dave
Last Updated: Jul 16, 2026, 09:13 AM IST

BJP Meeting: કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે છે. આજે વહેલી સવારે તેમણે રથયાત્રાના પવિત્ર પર્વ નિમિત્તે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી. આજે બપોર બાદ એટલેકે, 3.30 વાગ્યા પછી ગાંધીનગરમાં આવેલાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે અમિત શાહની હાજરીમાં મહત્ત્વની બેઠકો યોજાશે. CM ભૂપેન્દ્ર પટેલ, અને ડેપ્યુટી CM હર્ષ સંઘવી, સરકારના મંત્રીઓ અને સંગઠનના ટોચના હોદ્દેદારો આ બેઠકમાં હાજર રહેશે હાજર; 2027ના ચૂંટણી રોડમેપ પર થશે મંથન.

આ પણ વાંચોઃ મોદી કેબિનેટના 7 મોટા નિર્ણયો : ₹1.27 લાખ કરોડના સેમીકોન 2.0 સહિત અનેક યોજનાઓને મંજૂરી

ભાજપે તેજ કરી દીધી ચૂંટણીની તૈયારીઓ

ગુજરાતમાં ડિસેમ્બર 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ જ દિશામાં આજે અમદાવાદ સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે.

સરકાર અને સંગઠનના ટોચના પદાધિકારીઓ રહેશે બેઠકમાં હાજર

મળતી માહિતી મુજબ આ બેઠક બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બંને ઉપમુખ્યમંત્રી તેમજ ભાજપના પ્રદેશ સંગઠનના ટોચના હોદ્દેદારો અને અન્ય મહત્વના નેતાઓ હાજર રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં 2027ની વિધાનસભા ચૂંટણી માટેના રોડમેપ, સંગઠનને વધુ મજબૂત બનાવવા, બૂથ સ્તરની તૈયારીઓ, કાર્યકર્તાઓની ભૂમિકા અને આગામી રાજકીય વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા થઈ શકે છે. રાજ્યમાં ભાજપે સતત સત્તા જાળવી રાખવા માટે અત્યારથી જ સંગઠનને વધુ સક્રિય બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

આ પણ વાંચોઃ 8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર : બેઝિક વધતાં HRAમાં થશે મોટો વધારો, મહિને હાથમાં આવશે તગડી રકમ, સમજો ગણિત

વિવિધ જિલ્લાઓમાં પાર્ટીની કામગીરીની થશે સમીક્ષા

આ બેઠકમાં સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારો સમન્વય કેવી રીતે જાળવવો, વિવિધ જિલ્લાઓમાં પાર્ટીની કામગીરીની સમીક્ષા તેમજ આગામી મહિનાઓમાં યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા પર પણ ચર્ચા થવાની શક્યતા છે. ગુજરાત ભાજપ માટે આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આગામી વિધાનસભા ચૂંટણી હજુ દોઢ વર્ષથી વધુ દૂર હોવા છતાં પાર્ટી અત્યારથી જ ચૂંટણીલક્ષી આયોજનને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં આગળ વધી રહી છે. અમિત શાહના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ બેઠકમાં ભવિષ્યની રાજકીય વ્યૂહરચનાને લઈને મહત્વના નિર્ણયો લેવાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મિશન 2027 માટે રથયાત્રાથી તૈયારીઓનો ધમધમાટ શરૂ

ગુજરાતમાં આગામી વર્યે યોજાનારી વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ આાજે અષાઢી બીજથી શરૂ થઈ ગયો છે. ગાંધીનગરમાં વિધાનસભા ચૂંટણીની ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં 3.30 વાગ્યે બેઠક મળનાર છે. જેમા CM અને Dy. CM પણ ઉપસ્થિત રહેશે. સંગઠનના હોદ્દેદારો બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં 2027ની ચૂંટમીના રોડમેપ અંગે ચર્ચા થઈ શકે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા અને પ્રદેશ ભાજપ સંગઠનના 4 મહામંત્રીઓ ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય સુધી પહોંચ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now