Home Gujarat Amc Will Use Public Money To Break The Bridge Of Corruption

ભ્રષ્ટાચારનો બ્રિજ તોડવા પ્રજાના પૈસાનું પાણી કરશે AMC : પહેલાં કરોડોના ખર્ચે હલકી ગુણવત્તાવાળો બ્રિજ બનાવાયો, હવે બ્રિજ તોડવા કરોડોનો ધુમાડો કરશે તંત્ર

ભ્રષ્ટાચારનો બ્રિજ તોડવા પ્રજાના પૈસાનું પાણી કરશે AMC
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 09:51 AM IST

અમદાવાદમાં હાટકેશ્વર સ્થિત બ્રિજ જર્જરિત હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે. ત્યારે AMC 42 કરોડના ખર્ચે બનાવેલો હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો છે. બ્રિજને તોડી પાડવા માટે 3.90 કરોડનો ખર્ચ થશે. જેના માટે મુંબઈની પેઢીને કામ સોંપવામાં આવ્યું છે. બ્રિજને 3 મહિનાની અંદરમાં તોડી પાડવામાં આવશે.

2017માં બ્રિજ બન્યો હતો
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બનાવવાની કામગીરી વર્ષ 2015માં શરૂ કરાઈ હતી અને વર્ષ 2017માં જાહેર જનતા માટે બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ બ્રિજની ગુણવત્તાને લઈને સવાલો થતા તેને બંધ કરાયો હતો. AMCએ અલગ-અલગ સંસ્થાઓ પાસે બ્રિજની ગુણવત્તાનો રિપોર્ટ કરાવ્યા બાદ હલકી કક્ષાનો પુરવાર થયો હતો. અંતે તેને તોડી પાડવાનો નિર્ણય કરાયો છે.

શું કહ્યું દેવાંગ દાણીએ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, હાટકેશ્વરનો બ્રિજ તોડીને નવો બનાવવા માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોઈ બીડ માટે આવ્યું ન હતું. જ્યારે હવે બ્રિજને તોડી પાડવાને લઈને બહાર પાડેલા ટેન્ડરમાં ચાર એજન્સીએ ટેન્ડર ભર્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now