શહેરમાં BRTS બસમાં મુસાફરી કરતા સિનિયર સિટીઝનને મહાનગરપાલિકા દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી છે. અગાઉ સિનિયર સિટીઝનને બસમા મુસાફરી કરવા માટે કાર્ડ કાઢવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું. વૃદ્ધ લોકોને કાર્ડ કઢાવવા માટે ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘરે સિનિયર સિટીઝન કાર્ડ પહોંચાડશે જેનાથી શહેરમાં રહેતા લાખો સિનિયર સિટીઝનોને લાભ મળશે.
શું કહ્યું દેવાગ દાણીએ??
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 65 વર્ષના ઉપરના લોકોને BRTS ફ્રી કરવામાં આવેલી હતી જેથી શહેરની અંદર આ લોકો ગમે તે જગ્યાએ મુસાફરી કરવા જઈ શકે. આજની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં જે લોકોની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ છે એમના માટે વય વંદના કાર્ડ બનાવવામાં આવ્યું છે.
જે લોકો પાસે આ કાર્ડ હશે એ તમામ લોકો AMTS અને BRTSમાં મફત મુસાફરી કરી શકેશે છે. જેના કારણે હવે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને બીઆરટીએસ - એમટીએસના પાસ લેવા માટે લાઈનમાં હવે નહીં જવું પડે. અમદાવાદ મહાનગરપાલિકા તેમના ઘરે જ અર્બન હેલ્થ સેન્ટરના માધ્યમથી એમટીએસ બીઆરટીએસનું કાર્ડ પહોંચાડશે.





