Home Gujarat Amc Tdo Jignesh Shah Arrested By Gujarat Acb In Disproportionate Assets Case

AMCના TDO જીગ્નેશ શાહ અંગે ACBનો ચોંકાવનારો ઘટસ્ફોટ : સરકારી નોકરી છતાં આકૃતિ ગ્રુપની ત્રણ કંપનીઓનું સંચાલન ,શેરબજારમાં વહીવટ

AMCના TDO જીગ્નેશ શાહ અંગે ACBનો ચોંકાવનારો ઘટસ્ફોટ
Published by: OBS Bureau
Last Updated: Jun 20, 2025, 01:28 PM IST

AMCના TDO જીગ્નેશ શાહની કરોડોની સંપતિની તપાસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા જીગ્નેશ શાહની અમદાવાદ એસીબીએ ધરપકડ કર્યા બાદ તેઓની આવકના સ્ત્રોતો અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.જીગ્નેશ શાહ સરકારી નોકરી કરતાં હોવા છતાં જુદી જુદી ત્રણ કંપનીઓ સાથે સંકળાયેલા હતા અને શેરબજારના એકાઉન્ટ પણ ધરાવે છે.
AMCના એસ્ટેટ વિભાગમાં ટીડીઓ જીગ્નેશ શાહની એન્ટીકરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા આવક કરતાં વધુ સંપત્તિ મામલે ગુરૂવારે ધરપકડ કરવામાં આવી છે. વોર્ડ ઇન્સ્પેક્ટર જીગ્નેશ શાહ દ્વારા તેમની નોકરીના સમયગાળા દરમિયાન અપ્રમાણસર મિલકતો વસાવી હોવા અંગેની અરજી એસીબીને મળી હતી. જે અંગે તપાસ કરતા સત્તાવાર જીગ્નેશ શાહની આવક કરતાં 102 ટકા વધુ સંપત્તિ અને રોકાણો અંગેના પુરાવા મળતા અમદાવાદ એસીબીએ ગુનો નોંધી ધરપકડ કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં વર્ગ-2ના અધિકારી તરીકે જીગ્નેશ શાહ ફરજ બજાવે છે. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગમાં ટી.ડી.ઓ ઇન્સપેકટર તરીકેની તેઓની જવાબદારી છે. જીગ્નેશ શાહની અપ્રમાણસર મિલકતો અંગે ગુજરાત એસીબીને એક અરજી મળી હતી,આ અરજીના આધારે જીગ્નેશ શાહે સરકારી નોકરી શરૂ કરી ત્યારથી અત્યાર સુધીની આવક તથા તેઓની વર્તમાન સંપત્તિ અંગે વિવિધ સરકારી સ્ત્રોતો મારફતે ગુજરાત ACB દ્વારા ગુપ્ત તપાસ શરૂ કરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા.


સત્તાવાર આવક કરતાં રૂપિયા 3 કરોડ 07 લાખ 49 હજાર 991 વધુ સંપત્તિ
ગુજરાત ACB દ્વારા તા.10/04/2012 થી તા.31/03/2022 સુધીના સમયગાળાની આવક જાવક તપાસ દરમ્યાન જીજ્ઞેશભાઈ શાહે કુલ રૂ।. 3,07,49,991/- (અંકે રૂપીયા ત્રણ કરોડ સાત લાખ ઓગણ પચાસ હજાર નવસો એકાણું પુરા) એટલે કે 102.47 % વધુ અપ્રમાણસર મિલકતો પોતાના તથા પોતાના આશ્રિતોના નામે વસાવી હોવાના પુરાવા ACBને હાથ લાગતા જીગ્નેશ શાહ વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી આ મામલે ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

આકૃતિ ગ્રુપની ત્રણ કંપનીઓ સાથે જીગ્નેશ શાહનું કનેક્શન
ગુજરાત ACBના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ગંભીર સિંહ પઢેરીયાએ આજે આ આ મામલે પત્રકાર પરિષદ કરી જીગ્નેશ શાહની આવક અંગે વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.આસિસ્ટન્ટ ડાયરેક્ટર જી.વી. પઢેરીયાએ જણાવ્યું કે જીગ્નેશ શાહ સરકારી નોકરી કરતાં હોવા છતાં શેરબજારમાં એકાઉન્ટ ધરાવે છે અને તેઓ ત્રણ જુદી જુદી કંપનીઓ સાથે સંકળાયેલા છે. આકૃતિ ઇનફાસ્ટ્રકચર,આકૃતિ ડેવલોપમેન્ટ અને આકૃતિ કન્સ્ટ્રક્શન નામની કંપનીઓ સાથે જીગ્નેશ શાહ સંકળાયેલા હોવાના પુરાવા ACBને હાથ લાગયા છે. વર્ષ 2011માં પત્નિના નામે આ 3 કંપનીઓ બનાવી હતી,અને આ કંપનીઑ દ્વારા AMCમાં કન્સલ્ટિંગનું કામ કરવામાં આવતું હતું. જી.વી. પઢેરીયાએ વધુમાં જણાવ્યું કે જીગ્નેશ શાહના 17 બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે. જે તમામ બેન્ક એકાઉન્ટ અને 1 લૉકર સીઝ કરવામાં આવ્યા છે,શેરબજારના એકાઉન્ટ મળી આવ્યા છે જે પણ સીઝ કરવામાં આવ્યા છે.
1 કરોડ 34 લાખનું સોનું મળી આવ્યું
ગુજરાત ACBના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જી વી પઢેરીયાએ જણાવ્યું કે રૂપીયા ત્રણ કરોડ સાત લાખ ઓગણ પચાસ હજાર જેટલી આવક કરતાં વધુ સંપત્તિ મળી આવી છે તેમ રૂપિયા 1 કરોડ 34 લાખના સોનાનો સમાવેશ થાય છે.

જીગ્નેશ શાહ AMCની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવી ચૂક્યા છે.
જીગ્નેશ શાહ વર્ષ 2010માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબ ઇન્સ્પેકટર તરીકે જોડાયા હતા, અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી કચેરીઓમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે. પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન સહિતના અલગ અલગ ઝોનમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. છેલ્લે તેઓ એસ્ટેટ વિભાગની મધ્યસ્થ કચેરીમાં નોકરી કરતા હતા. અને એપ્રિલ 2025 સુધી નો તેઓનો માસિક પગાર રૂપિયા 90 હજાર હતો. માસિક 90 હજાર નો પગાર હોવા છતાં કરોડો ની આ સંપતિ કેવી રીતે એકત્ર કરી તેવા ACBના સિંગલ લીટીના પ્રશ્નનો જીગ્નેશ શાહ સંતોષકારક જવાબ નહીં આપી શકતા આખરે તેઓની વિધિવત ધરપકડ કરવામાં આવી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now