અમદાવાદ કોર્પોરેશનની મસ્ટર ઓફિસમાં કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા. અમદાવાદ કોર્પોરેશનની શાહપુર રંગીલા મસ્ટર ઓફિસની આ ઘટના. કર્મચારીઓ જુગાર રમી રહ્યાં હોય તેનો વીડિયો વાયરલ થયો હતો.એએમસી ઓફિસમાં જુગાર રમવાનો વીડિયો કોર્પોરેટર શેખ સમીરા દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કર્મચારીઓ ઓફિસની બહાર તાળું મારી અંદર જુગાર રમી રહ્યાં હતા. વીડિયો વાયરલ થવાની સાથે એએમસીના અધિકારીઓ અને સત્તાધિશો સામે પણ સવાલો ઉભા થયા હતા .શાહપુર વિસ્તારમાં રંગીલા માસ્ટર ઓફિસનો વીડિયો સામે આવ્યો હતો. જ્યાં કર્મચારીઓએ ઓફિસમાં તાળું મારી દીધું અને અંદર જુગાર રમી રહ્યાં હતા. ત્યારે કોર્પોરેટર દ્વારા આ કર્મચારીઓને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
ચારેય વ્યક્તિ ઇજનેર વિભાગના મશીન હોલના કામદારો હોવાનું સામે આવ્યું છે. જેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બાકીના ઇજનેર વિભાગમાં ડીસેટિંગના ગેંગેના કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે.
ગોપાલભાઈ કાનજીભાઈ, જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ, સોહનભાઈ મોતીભાઈ અને જગદીશભાઈ ભીખાભાઈ નામના ચારેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





