Home Gujarat Ambalal Patel Rain Forecast Gujarat 1 To 6 Inch Rain Possibility

ફરી આવી ગઈ છે અંબાલાલ કાકાની મોટી આગાહી : ગુજરાત તરફ આવી રહ્યું છે ભારે વરસાદનું 'વાહન', અનેક જિલ્લાઓમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા

અંબાલાલ પટેલની વરસાદની આગાહી
Play Video
Image Credit: OBS Bureau
Published by: Vishal Dave
Last Updated: Jul 19, 2026, 01:20 PM IST

અમદાવાદ: રાજ્યમાં વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 1થી 6 ઈંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ વરસી શકે છે. જો વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં 5થી 6 ઈંચ સુધી વરસાદ પણ નોંધાઈ શકે છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં સારો વરસાદ થઈ શકે છે. ખાસ કરીને મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક સ્થળોએ તેનાથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે.

મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ

મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ સહિતના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે 4 ઈંચ સુધી વરસાદ પડી શકે છે અને જો સિસ્ટમ વધુ સક્રિય રહેશે તો 5થી 6 ઈંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે.

અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના

રાજ્યની રાજધાની અમદાવાદ માટે પણ અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.


આ પણ વાંચો: ગુજરાતમાં ફરી મેઘમહેર : અમદાવાદ સહિત 82 તાલુકામાં વરસાદ, આગામી 6 દિવસ માટે હવામાન વિભાગની મોટી આગાહી

કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટાં

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ કચ્છના વિસ્તારોમાં 3 ઈંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પણ ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ વરસાદ ખેતી માટે લાભદાયી સાબિત થઈ શકે છે.

ખેડૂતો માટે રાહતના સમાચાર

રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જો અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદ થાય તો વાવેતર તેમજ ઉભા પાક માટે મોટો ફાયદો થશે. સાથે જ જળાશયો અને ડેમોમાં પાણીની આવક પણ વધવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now