Home International Amazon River No Bridge Reasons

રહસ્યમય નદી જ્યાં આજ સુધી નથી બન્યો એક પણ પુલ! : આ નદી પર પુલ બનાવવો કેમ છે અશક્ય, કારણ છે ચોંકાવનારું

Amazon River
Published by: Aryan Shah
Last Updated: May 29, 2026, 02:00 AM IST

There is not a single bridge over this river : દુનિયાભરમાં ટેકનોલોજી અને એન્જિનિયરિંગ એટલું આગળ વધી ગયું છે કે, દરિયા પર પણ કિલોમીટરો લાંબા ભવ્ય પુલ બનાવી દેવાયા છે. ભારત સહિત વિશ્વના ખૂણે-ખૂણે નદીઓ પર અદભુત પુલોનું નિર્માણ થયું છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી પણ વિશાળ નદી છે, જેના પર આજ સુધી કોઈ એક પુલ પણ બનાવી શક્યું નથી? હા, આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વની બીજી સૌથી મોટી નદી ‘એમેઝોન’ વિશે. આધુનિક વિજ્ઞાન હોવા છતાં પણ એન્જિનિયરો આ નદી પર પુલ બનાવવામાં કેમ નિષ્ફળ રહ્યા છે, જાણો તેની પાછળના રોચક કારણો.

કુદરતનો મોટો પડકાર

એમેઝોન નદી પર પુલ ન હોવાનું સૌથી મુખ્ય કારણ તેની ભૌગોલિક સ્થિતિ છે. આ નદી કિનારાની માટી અત્યંત નરમ, પોચી અને ભેજવાળી છે. આવી સ્થિતિમાં પુલના વજનને સહન કરી શકે તેવા મજબૂત પિલર એટલે કે આધારસ્તંભો ઊભા કરવા એ એન્જિનિયરો માટે સૌથી મોટો પડકાર છે. વળી, આ નદી પોતાનો પ્રવાહ અને રસ્તો સતત બદલતી રહે છે, જેના કારણે બાંધકામનું આયોજન કરવું અશક્ય બની જાય છે.

ગીચ જંગલો અને ઓછી વસ્તી

એમેઝોન નદીની આસપાસ દુનિયાનું સૌથી મોટું અને ગાઢ એમેઝોન રેઈનફોરેસ્ટ (વરસાદી જંગલ) આવેલું છે. આ પ્રદેશમાં માનવ વસ્તી ખૂબ જ ઓછી અને છૂટાછવાયા વિસ્તારોમાં રહે છે. અહીં મોટા શહેરો કે હાઇવે ન હોવાથી પરિવહનની માંગ નહિવત છે. જે જગ્યાએ પુલની ખાસ જરૂર જ ન હોય, ત્યાં સરકાર માટે અબજો રૂપિયાનો અંધાધૂંધ ખર્ચ કરવો આર્થિક રીતે યોગ્ય નથી. આથી અહીં લોકો મુસાફરી માટે બોટ અને જળ પરિવહનનો જ ઉપયોગ કરે છે.

સારવાર દરમિયાન દર્દી સાથેની નિકટતાએ ડૂબાડી ડોક્ટરની કારકિર્દી!: બ્રિટનમાં ગુજરાતી તબીબે મહિલા સાથે જે કર્યું એનાથી દેશની આબરૂ ગઇ!

ચોમાસામાં બિહામણું સ્વરૂપ

આ નદીની અસાધારણ પહોળાઈ પુલ બનાવવામાં સૌથી મોટી અડચણ છે. સામાન્ય દિવસોમાં આ નદી જેટલી શાંત દેખાય છે, ચોમાસામાં તે એટલી જ ભયાનક બની જાય છે. વરસાદની ઋતુમાં નદીનું પાણી આસપાસના વિસ્તારોમાં કિલોમીટરો સુધી ફેલાઈ જાય છે. આ સમયે નદી એટલી પહોળી થઈ જાય છે કે તેના એક છેડાથી બીજો છેડો જોવો પણ મુશ્કેલ બને છે. આવા બદલાતા પાણીના સ્તર વચ્ચે કાયમી પુલ ટકાવી રાખવો એ વિજ્ઞાન માટે પણ એક કોયડો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now