મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે યોજાયેલા સમૂહ લગ્નનાં એક કાર્યક્રમ દરમિયાન રાજકીય નેતા અલ્પેશ ઠાકોરે મધ્યમ વર્ગ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આજના સમયમાં મધ્યમ વર્ગ દેખાડાની લ્હાયમાં પોતાનું આર્થિક સંતુલન ગુમાવી રહ્યો છે જે લાંબા ગાળે ગંભીર પરિણામો લાવી શકે છે. ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગોમાં વધતા ખર્ચને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: સાબરકાંઠાનાં જસવંતગઢ પાટીયા પાસે મીની બસે કારને મારી ટક્કર : 6 લોકોએ ગુમાવ્યો જીવ, 6 લોકો ઈજાગ્રસ્ત
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સમાજમાં પ્રતિષ્ઠા બતાવવા માટે લોકો ઘણી વખત પોતાની ક્ષમતાથી વધુ ખર્ચ કરે છે પછી દેવામાં સપડાઈ જાઈય છે. જમીને વેચીને અથવા ઘરેણાં ગીરવે મૂકીને ખર્ચ કરવામાં આવે છે જેથી મધ્યમ વર્ગને આર્થિક રીતે પાયમાલ બનાવી દે છે. સમૃદ્ધ લોકોને તમારા દેખાડાથી કોઈ ફરક પડતો નથી તેથી આવા ખોટા દેખાડા માટે દેવું કરવું વ્યર્થ છે.
લગ્ન ખર્ચ અંગે આપ્યું નિવેદન
અલ્પેશ ઠાકોરે લગ્ન પ્રસંગોમાં થતા અતિશય ખર્ચ અંગે ખાસ ઉદાહરણ આપી જણાવ્યું કે કેટલાક લોકો માત્ર ‘વટ પાડવા’ માટે વિગો વેચી દીકરાને હાથીની પાલખીમાં બેસાડી ભવ્ય લગ્ન કરાવે છે. પરંતુ થોડા સમય પછી એ જ દીકરાના ખિસ્સામાં 2 હજાર પણ ના હોય તો દીકરો પોતાના પિતાને પ્રશ્ન કરશે.
મધ્યમ વર્ગ માટે વાસ્તવિકતા સ્વીકારવાની અપીલ
તેમણે મધ્યમ વર્ગને સમજાવ્યું કે બહારની ચમક-ધમક અને દેખાવ પાછળ દોડતા લોકો ક્યારે આર્થિક રીતે નબળા બની જાય છે તેની તેમને ખબર પણ નથી રહેતી. સમાજમાં ચાલતી સ્પર્ધા અને સામાજિક દબાણના કારણે લોકો પોતાની આવકથી વધુ ખર્ચ કરે છે, જે ભવિષ્ય માટે જોખમી છે.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે સમાજમાં ‘લોકો શું કહેશે’ તે વિચાર કરતાં પોતાના પરિવાર અને સંતાનોના ભવિષ્ય વિશે વિચારવું વધુ મહત્વપૂર્ણ છે. ખોટી પ્રતિષ્ઠા માટે લેવાયેલા દેવા અને ખર્ચના કારણે આખું કુટુંબ આર્થિક મુશ્કેલીમાં ફસાઈ શકે છે. મધ્યમ વર્ગે પોતાની આર્થિક મર્યાદા સમજવી અને જવાબદારીપૂર્વક ખર્ચ કરવાની સંસ્કૃતિ વિકસાવવી આવશ્યક છે.






