Home Gujarat All Private Schools In Rajkot Will Pay Their Respects By Observing A Closed Shift Tomorrow

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરાશે : આવતીકાલે તમામ ખાનગી શાળાઓ બંધ પાળીને શ્રદ્ધાંજલિ પાઠવશે

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરાશે
Published by: OBS Bureau
Last Updated: Jun 13, 2025, 10:33 AM IST

અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીની અંતિમવિધિ તેમના વતન રાજકોટમાં થશે. DNA ટેસ્ટના આધારે તેમના પાર્થિવ દેહની ઓળખ થયા બાદ રાજકોટ લઈ જવામાં આવશે.વિજય રૂપાણીની અંતિમ યાત્રા રાજકોટમાં નીકળશે અને તેમની અંતિમ ક્રિયા સહિતની તમામ વિધિઓ રાજકોટમાં કરવામાં આવશે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. રૂપાણીના પુત્ર ઋષભ હાલ અમેરિકા હોવાથી તેઓ આવતીકાલે 14જૂને સવારે 4 કલાકે પરત ફરશે ત્યારબાદ અંતિમવિધિ કરાશે. આજે સવારે જ અંજલિબેન રૂપાણી અમદાવાદ આવ્યા હતા. અને હાલમાં તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને હાજર છે.

આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક દિવસનું બંધ પાળીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવશે. સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now