Home Gujarat Alert Of Heavy Rain Before Monsoon In 15 Districts Of Gujaratimd Gave Update

બફારા બાદ ગુજરાતના 15 જિલ્લાઓમાં થશે કડાકા ભડાકા સાથે વરસાદનું એલર્ટ : હવામાન વિભાગે આપ્યા લેટેસ્ટ અપડેટ

બફારા બાદ ગુજરાતના 15 જિલ્લાઓમાં થશે કડાકા ભડાકા સાથે વરસાદનું એલર્ટ
Published by: OBS Bureau
Last Updated: May 31, 2025, 04:24 AM IST

Gujarat Weather: ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન બદલાવાનું શરૂ થયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. હવામાન વિભાગે 31 મેના રોજ વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ચોમાસુ ક્યારે આવશે?
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દેશમાં અપેક્ષા કરતા વહેલું આવી ગયું છે. ચોમાસુ હવે કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલા અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી. હાલમાં અરબી સમુદ્રમાં કોઈ નવી સિસ્ટમ બની રહી નથી. આથી આગામી એકાદ-બે દિવસમાં વર્તમાન સિસ્ટમ નિષ્ક્રિય બનતાં ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે. પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે.

કયા જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યું યલો એલર્ટ
ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત, IMD એ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ સાથે, IMD એ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now