ગુજરાતના અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. જે બાદ હવે વિદેશની ધરતી પર વિમાન ક્રેશ થયું છે. ચીનની સરહદ નજીક ગુમ થયેલ રશિયન વિમાન ક્રેશ થયું છે. જેમાં જેમાં 5 બાળકો સહીત 43 મુસાફરો સવાર હતા અને 6 ક્રૂ મેમ્બર હતા, આ તમામના મોત થયા વિગતો સામે આવી છે. ત્યારે કેટલાક મોટા વિમાન અકસ્માતો પર એક નજર કરીએ.
7 ઓગસ્ટ 2020 કોઝિકોડ વિમાન દુર્ઘટના
7 ઓગસ્ટ 2020ના રોજ કેરળના કોઝિકોડ (કાલિકટ)માં એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ 737-800 વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 17 મુસાફરો અને ક્રૂ સભ્યો (બંને પાઇલટ સહિત) માર્યા ગયા હતા અને 138 લોકો ઘાયલ થયા હતા. રનવે પર રોકાઈ ન શકવાને કારણે વિમાન 100 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં વિમાન ત્રણ ટુકડા થઈ ગયા હતા. ભારે વરસાદ અને નબળી દૃશ્યતાને કારણે વિમાન ક્રેશ થયું હતું.
22 મે 2010 મેંગલોર વિમાન અકસ્માત
22 મે 2010ના રોજ કર્ણાટકના મેંગલોરમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ 737-800 વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં 158 મુસાફરોના મોત થયા. વિમાનમાં 160 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. તેમાંથી ફક્ત 8 જ બચી શક્યા. ખરાબ હવામાનના કારણે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે.
પટનામાં ભયાનક વિમાન દુર્ઘટના
17 જુલાઈ 2000ના રોજ બિહારની રાજધાની પટનામાં એલાયન્સ એરનું બોઇંગ 737-2એ8 વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 56 મુસાફરોના મોત થયા હતા. તેમાંથી 51 મૃતદેહ વિમાનમાં મળી આવ્યા હતા અને 5 મૃતદેહ જમીન પર મળી આવ્યા હતા. લેન્ડિંગ દરમિયાન, વિમાન એક સરકારી રહેણાંક વસાહત પર ક્રેશ થયું હતું.
1996માં ચરખી દાદરી વચ્ચે હવાઈ દુર્ઘટના
12 નવેમ્બર, 1996ના રોજ દિલ્હી નજીક હરિયાણાના ચરખી દાદરીમાં બે વિમાનો વચ્ચે હવામાં અથડાયા હતા. એક વિમાન સાઉદી એરલાઇન્સ ફ્લાઇટ 763 હતું અને બીજું કઝાકિસ્તાન એરલાઇન્સ ફ્લાઇટ 1907 હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 349 લોકોના મોત થયા હતા. આ ઇતિહાસની સૌથી ભયાનક મધ્ય-હવાઈ અથડામણ છે. આ અકસ્માત કઝાકિસ્તાનના પાઇલટની ભૂલને કારણે થયો હતો.
ભારતમાં ઘણી ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ ચુકી
12 જુલાઈ, 1949
વિમાન: KLM લોકહીડ કોન્સ્ટેલેશન (PH-TDF)
સ્થાન: ઘાટકોબાર નજીક
મૃત્યુ: 45 (10 ક્રૂ + 35 મુસાફરો)
14 જૂન, 1972
વિમાન: જાપાન એરલાઇન્સ ફ્લાઇટ ૪૭૧
સ્થાન: પાલમ એરપોર્ટ નજીક
મૃત્યુ: 85 (82 મુસાફરો + 3 જમીન પર)
31 મે, 1973
વિમાન: ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 440
સ્થાન: પાલમ એરપોર્ટ લેન્ડિંગ દરમિયાન મૃત્યુ
મૃત્યુ: 65 માંથી 48 મુસાફરો
12 ઓક્ટોબર, 1976
વિમાન: ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 171
સ્થાન: બોમ્બે (મુંબઈ)
મૃત્યુ: બધા 95 લોકો
1 જાન્યુઆરી, 1978
વિમાન: એર ઇન્ડિયા ફ્લાઇટ 855
સ્થાન: બાંદ્રા, બોમ્બેના દરિયાકિનારે
મૃત્યુ: બધા 213 લોકો
19 ઓક્ટોબર, 1988
વિમાન: ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 113
સ્થાન: અમદાવાદ એરપોર્ટ પર અંતિમ અભિગમ
મૃત્યુ: 130
14 ફેબ્રુઆરી, 1990
વિમાન: ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 605
સ્થાન: બેંગ્લોર એરપોર્ટ પર લેન્ડિંગ
મૃત્યુ: 92
16 ઓગસ્ટ, 1991
વિમાન: ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 257
સ્થાન: ઇમ્ફાલના મૃત્યુ
મૃત્યું: બધા 69 લોકો
26 એપ્રિલ, 1993
વિમાન: ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 491
સ્થાન: ઔરંગાબાદ, મહારાષ્ટ્ર

_5d335718-851e-4a71-b407-0cce36ead40e.jpg)




