Home International Air India Plane Slipped From Runway Mumbai Airport Kochi Flight Emergency Landing

Air India Flight ; એર ઇન્ડિયાનું વિમાન રનવે પરથી નીચે ઉતરી ગયું : 3 ટાયર ફાટ્યા અને એન્જિનને પણ નુકસાન થયું!

Air India Flight ; એર ઇન્ડિયાનું વિમાન રનવે પરથી નીચે ઉતરી ગયું
Published by: OBS Bureau
Last Updated: Jul 21, 2025, 01:12 PM IST

Air India Flight News: આજે એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ દુર્ઘટનામાંથી બચી ગઈ છે. કોચીથી મુંબઈ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2744નું A320 (VT-TYA) વિમાન ભારે વરસાદ વચ્ચે મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે તે લપસી ગયું અને રનવે પરથી ઉતરી ગયું હતું. ત્યારબાદ પાયલોટે ટાયર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહીં. એરપોર્ટ સ્ટાફે વિમાનને ડોક કર્યું અને મુસાફરોને બચાવ્યા હતા.


આ ઘટના પર એર ઇન્ડિયાનો પ્રતિક્રિયા

આજે મુંબઈ એરપોર્ટ પર બનેલી ઘટના પર એર ઈન્ડિયાએ પ્રતિક્રિયા આપી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, 21 જુલાઈ 2025ના રોજ કોચીથી મુંબઈ જતી ફ્લાઈટ AI-2744ના લેન્ડિંગ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે લેન્ડિંગ દરમિયાન રનવે પર પ્લેનનું સંતુલન ખોરવાઈ ગયું હતું. પ્લેનનું એક વ્હીલ રનવેની બહાર નીકળી ગયું હતું. પ્લેન સુરક્ષિત રીતે ગેટ પર પહોંચી ગયું છે. બધા મુસાફરો પાયલોટ અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. પ્લેનની તપાસ કરવામાં આવશે''.


વિમાનના ત્રણ ટાયર ફાટ્યા અને એન્જિનને નુકસાન થયું

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રવક્તાએ જણાવ્યું છે કે બધા મુસાફરો સુરક્ષિત છે. વિમાન ઉતરાણ કરતી વખતે લપસી ગયું. ભારે વરસાદને કારણે આ ઘટના બની હતી, પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી, બધું બરાબર છે. એક મીડિયા અહેવાલ અહેવાલ મુજબ, ઉતરાણ દરમિયાન વિમાનના 3 ટાયર ફાટ્યા હતા અને એર ઈન્ડિયાના વિમાનના એન્જિનને નુકસાન થયું હતું. એરપોર્ટના રનવે 09/27ને પણ નુકસાન થયું છે. રનવેના સમારકામનું કામ શરૂ થઈ ગયું છે.


અગાઉ એક વિમાનના એન્જિનમાં આગ લાગી ગઈ હતી ?

તમને જણાવી દઈએ કે ગઈકાલે સોશિયલ મીડિયા પર એક પ્લેનના એન્જિનમાં આગ લાગી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ફ્લાઈટ ડેલ્ટા એરલાઈન્સની હતી, જે એટલાન્ટા જઈ રહી હતી. જ્યારે ફ્લાઈટ DL446 આકાશમાં હતી, ત્યારે તેના એન્જિનમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી. બોઈંગ 767-400 પ્લેનના એન્જિનમાંથી આગ નીકળતી જોઈને, પાઈલટે લોસ એન્જલસ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરીને અકસ્માત ટાળ્યો. પાઈલટની સમય સૂચકતાના કારણે 280 મુસાફરો, 2 પાઈલટ અને 10 ક્રૂ સભ્યોના જીવ બચી ગયા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video