Home Tech/Gadgets Air Conditioner Maintenance Tips Electricity Bill Saving

ઉનાળામાં AC વાપરતી વખતે આ ભૂલો પડશે ભારે : વીજળીનું બિલ વધવાની સાથે મશીન પણ થઈ શકે છે ખરાબ

ઉનાળામાં AC વાપરતી વખતે આ ભૂલો પડશે ભારે
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 07:30 PM IST

ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો વધવા લાગ્યો છે. કાળઝાળ ગરમીથી બચવા માટે હવે ઘર અને ઓફિસમાં Air Conditioner (AC)નો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. જોકે, AC વાપરતી વખતે કેટલીક સામાન્ય દેખાતી ભૂલો તમારા ખિસ્સા પર મોજો બોજ નાખી શકે છે. જો તમે સાવચેતી નહીં રાખો તો AC જલ્દી ખરાબ થવાની સાથે વીજળીનું બિલ પણ આસમાને પહોંચી શકે છે.

નિયમિત સર્વિસમાં બેદરકારી

ACને લાંબા સમય સુધી કાર્યક્ષમ રાખવા માટે તેની સમયાંતરે સર્વિસ કરાવવી અત્યંત જરૂરી છે. જો લાંબા સમય સુધી સર્વિસ ન કરવામાં આવે તો તેના ફિલ્ટર પર ધૂળ અને ગંદકી જમા થઈ જાય છે. આ ગંદકીને કારણે એરફ્લો અવરોધાય છે અને કોમ્પ્રેસર પર દબાણ વધે છે. લાંબાગાળે આ ભૂલ કોમ્પ્રેસરને નુકસાન પહોંચાડી શકે છે, તેથી સર્વિસ સ્કીપ કરવાનું ટાળવું જોઈએ.

ફિલ્ટર બદલવામાં આળસ

ઘણા યુઝર્સ વર્ષો સુધી એક જ ફિલ્ટરનો ઉપયોગ કરતા રહે છે, જે ખોટી પદ્ધતિ છે. જો ફિલ્ટર બ્લોક થઈ ગયા હોય તો ઠંડી હવા ફેંકવા માટે AC ને વધુ મહેનત કરવી પડે છે. આનાથી વીજળીનો વપરાશ વધે છે અને સિસ્ટમ ફેઈલ થવાનું જોખમ પણ રહે છે. નિષ્ણાતોના મતે, સમયાંતરે ફિલ્ટર સાફ કરવા અથવા જરૂર જણાય તો બદલી નાખવા હિતાવહ છે.

તાપમાન એકદમ ઓછું રાખવાની ભૂલ

બહાર ગરમી વધુ હોવાથી ઘણા લોકો ACનું તાપમાન એકદમ નીચું (જેમ કે 16 કે 18 ડિગ્રી) સેટ કરી દે છે. આવું કરવાથી રૂમ જલ્દી ઠંડો ભલે થઈ જાય, પરંતુ તે તાપમાન જાળવી રાખવા માટે AC ના મશીન પર ઘણું ભારણ આવે છે. વીજળી બચાવવા અને AC ની લાઈફ વધારવા માટે તાપમાનને હંમેશા 22 થી 24 ડિગ્રીની વચ્ચે રાખવું જોઈએ.

બારી-બારણાં ખુલ્લા રાખીને AC ચલાવવું

ઘણીવાર લોકો બાજુના રૂમમાં ઠંડક પહોંચાડવા માટે બારી કે દરવાજા ખુલ્લા રાખે છે. આનાથી રૂમનું તાપમાન જળવાતું નથી અને બહારની ગરમ હવા અંદર આવવાથી AC ને સતત ચાલવું પડે છે. આ પ્રક્રિયામાં વીજળીનો વપરાશ ખૂબ વધી જાય છે અને AC ના સ્પેરપાર્ટ્સ પર પણ લોડ વધે છે. તેથી, AC ચાલુ હોય ત્યારે રૂમ સંપૂર્ણપણે પેક રાખવો જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now