logo-img
Ai Impact Expo 2026 Expo To Kick Off In Grand Manner At Bharat Mandapam

AI Impact Expo 2026; ભારત મંડપમમાં એક્સ્પોનો ભવ્ય પ્રારંભ થશે : 13 દેશો અને 600 સ્ટાર્ટઅપ્સ સાથે, ટેકનોલોજીના ભવિષ્યને આકાર આપશે નવું ભારત

AI Impact Expo 2026; ભારત મંડપમમાં એક્સ્પોનો ભવ્ય પ્રારંભ થશે
Published by: Offbeat Team
| Last Updated: Feb 16, 2026, 10:18 AM IST

AI Impact Expo 2026 : ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. નવી દિલ્હીના પ્રતિષ્ઠિત 'ભારત મંડપમ' ખાતે 'AI ઇમ્પેક્ટ એક્સ્પો 2026' નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર એક્સિબિશન નથી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની પાવર અને તેના ભવિષ્યના રોડમેપનું જીવંત પ્રદર્શન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે આ ભવ્ય ઇવેન્ટનું ઉદ્ઘાટન કરીને ભારતને વૈશ્વિક AI નકશા પર મજબૂત રીતે સ્થાપિત કરશે.

PM મોદી દ્વારા શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે, 16 ફેબ્રુઆરી, 2026 ના રોજ સાંજે 5:00 વાગ્યે આ એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે. આ પાંચ દિવસીય કાર્યક્રમ 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ઇવેન્ટમાં વિશ્વભરના દેશોના વડાઓ અને ટેકનોલોજી જગતના દિગ્ગજ CEO હાજરી આપવાના છે, જે તેને ખરા અર્થમાં વૈશ્વિક સમિટ બનાવે છે.

એક્સ્પોનું કદ અને વ્યાપ

આ એક્સ્પો 70,000 ચોરસ મીટર કરતાં વધુ વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે, જેને 10 અલગ-અલગ એરેનામાં વહેંચવામાં આવ્યો છે. તેમાં 300 થી વધુ એક્ઝિબિશન પેવેલિયન અને લાઈવ ડેમો હશે. આ એક્સ્પોની ખાસ થીમ 'પીપલ (લોકો), પ્લેનેટ (ગ્રહ) અને પ્રોગ્રેસ (પ્રગતિ)' રાખવામાં આવી છે, જે ટેકનોલોજીને માનવ કલ્યાણ સાથે જોડે છે.

સ્ટાર્ટઅપ્સ અને આંતરરાષ્ટ્રીય સહભાગિતા

આ કાર્યક્રમમાં 600 થી વધુ હાઇ-પાવર સ્ટાર્ટઅપ્સ તેમના ઇનોવેશન રજૂ કરશે. આ ઉપરાંત, વિશ્વના 13 દેશો જેવા કે, ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, યુકે, ફ્રાન્સ, જર્મની, અને આફ્રિકાના દેશોએ પોતાના ખાસ પેવેલિયન બનાવ્યા છે. આ પ્લેટફોર્મ પર વૈશ્વિક કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ એકસાથે જોવા મળશે.

ચર્ચાઓ અને મુલાકાતીઓ

આ પાંચ દિવસ દરમિયાન 500 થી વધુ સત્રો યોજાશે, જેમાં 3,250 થી વધુ વક્તાઓ AI ના ઉપયોગ અને તેના ફાયદાઓ વિશે ચર્ચા કરશે. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહિત 2.5 લાખથી વધુ મુલાકાતીઓ આવવાની સંભાવના છે. આનાથી આવનારા સમયમાં AI ક્ષેત્રે નવી ભાગીદારી અને રોજગારની તકો ઉભી થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now