અમદાવાદમાં વટવા GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટે કંપનીના સોફ્ટવેરમાં ખોટી એન્ટ્રીઓ બતાવીને રૂપિયા 3.03 કરોડની ઉચાપત કરીને ફરાર થઇ ગયો હતો. જે કંપનીના માલિકે સોફ્ટવેરમાં ચેક કરતા કેટલાક વેન્ડરની ડબલ એન્ટ્રી અને તેમાં સુધારા વધારા થયેલા જણાયા હતા. જેથી તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ અંગે કંપનીના ગ્રુપ ફાઇનાન્સ હેડે એકાઉન્ટન્ટ સામે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
સાફટવેર ચેક કરતા એકાઉન્ટન્ટની મેલી કરતૂત સામે આવી
મણિનગરમાં રહેતો ભાવેશ પરમાર વટવા GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં ગ્રુપ ફાઇનાન્સ હેડ તરીકે નોકરી કરે છે. તે જ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે રાકેશ શાહ નોકરી કરતો હતો. જેનું કામ GST, TDS રિર્ટન ફાઇલ કરવી તેમજ લોકોના પગાર કરવા તેમજ ડેટા ઇનપુટર તરીકે કામ કરતો હતો. ઉલ્લેખનીય છે કે, રાકેશને સોફ્ટવેરમાં પણ એન્ટ્રી એડિટ, અમેન્ડ, ડીલીટ કરવાની સત્તા હતી. ત્યારે ગત 7 જૂને કંપનીના ડાયરેક્ટર પ્રેમલભાઇએ કંપનીના ERP સોફ્ટવેર ચેક કરતા કેટલાક વેન્ડરની ડબલ એન્ટ્રી તથા તેમાં સુધારા વધારા થયેલું સામે આવ્યું હતુ,
એકાઉન્ટન્ટ રાકેશ શાહ સામે નોંધાઈ ફરિયાદ
જે બાદ ગત 9 જૂને રાકેશે નોકરી પર આવાનું બંધ કરી દીધુ હતુ. જેથી તેને ફોન કરતા બંધ આવતા તેના ઘરે તપાસ કરતા ઘર પણ બંધ કરીને જતો રહ્યો હતો. બાદમાં બેન્ક એકાઉન્ટોની તપાસ કરતા ગત 1 એપ્રિલ 2023થી 31 મે 2025 સુધીમાં રાકેશે બેન્ક એકાઉન્ટ નંબરો બદલીને તથા કંપનીના સોફ્ટવેરમાં ચેડા કરીને કુલ રૂ. 3.03 કરોડની ઉચાપત કરવી હોવાની જાણ થઈ હતી. જેમાં તેની પત્ની અને સંબંધીઓના એકાઉન્ટોમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ અંગે ભાવેશભાઇએ રાકેશ શાહ સામે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
"અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!": સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા






