Home Gujarat Ahmedabad Two Killed In Serious Accident

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં બેનાં મોત : બ્રેઝા ચાલકે બે યુવકને 100 ફૂટ ફંગોળ્યા, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં બેનાં મોત
Published by: OBS Bureau
Last Updated: Aug 11, 2025, 05:49 AM IST

અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન પાસે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જમાલપુર વિસ્તારમાં રહેતા અકરમ કુરેશી (ઉંમર 35) પોતાની એક્ટિવા સ્કૂટર પર અશફાક અજમેરી (ઉંમર 22)ને પાછળ બેસાડી જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પૂરજોશ ઝડપે આવતી બ્રેઝા કારએ એક્ટિવા સાથે જોરદાર ટક્કર મારી હતી.


અકસ્માતમાં બે યુવકોના મોત

ટક્કર એટલી ભયંકર હતી કે એક્ટિવા પર સવાર બંને યુવકો લગભગ 100 ફૂટ સુધી ફંગોળાયા હતા. અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા બ્રેઝા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને બ્રેઝા કાર કબજે લેવામાં આવી છે. ઉપરાંત, આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.


મૃતકોના નામ

અશફાક અજમેરી (ઉં.વ.22 રહે જમાલપુર)

અકરમ કુરેશી(ઉં.વ. 35 રહે જમાલપુર)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now