ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસને વેગ આપવા કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે. રાજ્યમાં અનેક પ્રકારની વિકાસ યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. આ પૈકીના ઘણા પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે. આ યાદીમાં નેશનલ હાઈવે રોડ પ્રોજેક્ટ પણ છે, જેનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ લોકો માટે અમદાવાદથી રાજકોટ જવુ વધુ સરળ બનશે. અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવેની...તાજેતરમાં ગુજરાતના સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું 98 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
NH પ્રોજેક્ટનું કામ 98 ટકા સુધી પૂર્ણ
સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવેની કુલ લંબાઈ 197 કિલોમીટર છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 193 કિલોમીટર સુધીનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. મતલબ કે 98 ટકા કામ ભૌતિક રીતે પૂર્ણ થઈ ગયું છે. મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવા માટે રાજ્ય સરકારે કુલ 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
સમય બચાવશે
અમદાવાદ-રાજકોટ 6 લેન રોડનું બાંધકામ પૂર્ણ થયા બાદ બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટશે. આ રોડ પરથી કુલ મુસાફરીનો સમય ઘટીને 2.32 કલાક થવાનો અંદાજ છે. આનાથી નાગરિકોની લગભગ 30 થી 45 મિનિટની બચત થશે. આ સિવાય તેનાથી તેમના ઈંધણની પણ 10 થી 15 ટકા બચત થશે.
નિર્માણ કાર્ય ચાલુ છે
આ પ્રોજેક્ટનું વર્ણન કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર કુલ 38 ફ્લાયઓવર-અંડરપાસ સ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી 34 ફ્લાયઓવર-અંડરપાસ સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થઈ ગયું છે, હાલમાં 4 સ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે.
“કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી દેવાનો છે”: આવું કહીને યુવકે પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો, અમદાવાદની ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ






