Home Gujarat Ahmedabad Successful Surgery Of 9 Year Old Child In Ahmedabad Civil Hospital Led Bulb Of Toy

સિવિલ હોસ્પિટલમાં 9 માસના બાળકની સફળ સર્જરી : નવ માસનું બાળક રમત રમતમાં બલ્બ શ્વાસ નળીમાં ફસાઇ ગયું

સિવિલ હોસ્પિટલમાં 9 માસના બાળકની સફળ સર્જરી
Published by: OBS Bureau
Last Updated: Jun 07, 2025, 12:21 PM IST

કારપેન્ટરનુ કામ કરતા મંગરોળ, જુનાગઢ ના રહેવાસી એવા જુનેદ યુસુફ અને તબસ્સુમબેનના લાડકવાયા એવા 9 માસના નાનકડા પુત્ર મોહમ્મદને છેલ્લા ૧૫ દિવસથી ઉધરસ આવતી હતી. જુનાગઢમાં બાળરોગ તજજ્ઞને બતાવતા તેનો છાતીનો એક્સ-રે કરાવતા તેમાં શ્વસનનળીમાં કાંઈક હોવાની જણવા મળ્યું હતું. જુનેદ ભાઇને રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ તપાસની ભલામણ કરવામાં આવી પણ તેનો ખર્ચ તેમને પોષાય તેમ ન હોવાથી તેમના માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ આશાની કિરણ બની હતી. સિવીલમાં સારવાર અર્થે બાળકને લઇ આવતા તારીખ ૩ જૂન, ૨૦૨૫ ના રોજ બાળકને પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યુ હતું.

સિવિલ હોસ્પિટલ અમદાવાદના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. નિલેશ અને તેમની ટીમ દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી કરી જમણી તરફ ની મુખ્ય શ્વાસનળીમાંથી એક એલઇડી બલ્બ સફળતાપુર્વક બહાર કાઢવામા આવ્યું હતું.

ઓપરેશન પછી બાળકની તબીયત ઝડપથી સુધરી રહી છે અને કોઇપણ બીજી તકલીફ વગર બાળક હવે સ્વસ્થ છે જેથી ટુંક સમયમાં તેને હોસ્પિટલમાં થી રજા આપવામાં આવશે તેમ ડોક્ટરો એ જણાવ્યુ હતુ. સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની નિપુણતા અને નિષ્ઠાપુર્વક ની સારવારનો આ કિસ્સો ગરીબ દર્દીઓ માટે ઉપલબ્ધ સસ્તી અને ઉતમ સારવારનુ જીવંત ઉદાહરણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now