Home Gujarat Ahmedabad Rural Lcb Dhundhuka Jewelry Theft Solved

46 લાખના કિંમતી સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો : આરોપી લક્ઝરી બસના મુસાફરોના થેલામાંથી દાગીનાની ચોરી કરતો

46 લાખના કિંમતી સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો
Published by: OBS Bureau
Last Updated: Jun 17, 2025, 12:50 PM IST

અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ધંધુકામાં થયેલી દાગીના ચોરીનો ભેદ ઉકેલ્યો છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની સાકિર પઠાણની ધરપકડ કરવામાં આવી છે. આરોપી લક્ઝરી બસના મુસાફરોના સામાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરતો હતો.

77 તોલા સોનાના દાગીનાની ચોરી
ફેબ્રુઆરી માસમાં ધંધુકાની ઓનેસ્ટ હોટલ પરથી 77 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી. પોલીસે આરોપી પાસેથી રૂ. 46 લાખની કિંમતના દાગીના જપ્ત કર્યા છે. આ દાગીનાનું કુલ વજન 569.940 ગ્રામ છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં બે સોનાના હાર છે. સોનાના બે જોડ પાટલા મળ્યા છે. પેન્ડલ સાથેની બે સોનાની ચેઇન પણ મળી છે. સોનાની બે જોડ બુટ્ટી અને 15 નંગ સોનાની વીંટીઓ પણ જપ્ત કરવામાં આવી છે. આરોપી સાકિર પઠાણ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો રહેવાસી છે.

પોલીસે સીસીટીવીને આધારે તપાસ ચલાવી હતી. જેમાં સાકિરને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો તેની પાસેથી પોલીસે ચોરીનો તમામ મુદામાલ પણ ઝડપી લીધો હતો. હાલ પોલીસ તેના અન્ય બે સાથી વિશે પૂછપરછ કરી વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now