Home Gujarat Ahmedabad Rural Court Bo Mb Threat Email

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી : અજાણ્યા શખ્સે કર્યો ધમકી ભર્યો ઇ-મેલ, કોર્ટની કામગીરી સ્થગિત

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 10:44 AM IST

Ahmedabad Rural Court BombThreat Email: ઇન્કમટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકી ભર્યો ઇ-મેલ મળ્યો છે. અજાણ્યા શખ્સે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ કોર્ટના આઈડી પર મેલ કર્યો છે. ધમકી મળતા કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

આ ઇ-મેલ મળતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ તાત્કાલિક ધોરણે નવરંગપુરા પોલીસે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે કોર્ટમાં તપાસ શરૂ કરી છે.

17 ડિસેમ્બરે અમદાવાદની સ્કૂલોને ધમકીભર્યો ઇ-મેલ

ઉલ્લેખનીય છે કે, 17 ડિસેમ્બરે પણ અમદાવાદની કેટલીક શાળાઓ તેમજ રાજ્ય સચિવાલયને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. સતત આવી રહી રહેલી ધમકીઓના પગલે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા દરેક જગ્યાએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હાલ વડોદરા કલેક્ટર કચેરીમાં તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા આ ધમકીભર્યા ઈ-મેલ પાછળ કોણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ છે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now