અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મામલે ડીએનએ પરીક્ષણોની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 208 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે અને 173 પાર્થિવ દેહો તેમના સ્વજનોને સોંપી દેવામાં આવ્યા છે.
મદદરૂપ અધિકારીઓ અને તંત્રની સંકલિત કામગીરીના પરિણામે પાર્થિવ દેહોની ઓળખની પ્રક્રિયા અત્યંત ગંભીરતાપૂર્વક હાથ ધરાઈ રહી છે. ડૉ. જોશીએ વધુમાં જણાવ્યું કે 14 પરિવારો આગામી દિવસોમાં તેમના સ્વજનોના દેહ સ્વીકારવા માટે તૈયાર છે, જ્યારે હજુ પણ 12 પરિવારો અન્ય સ્વજનના ડીએનએ મેચ માટે રાહ જોઈ રહ્યા છે.
ડૉ. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં સોંપાયેલા 173 પાર્થિવ દેહોમાં:
131 ભારતીય નાગરિકો
4 પોર્ટુગલના નાગરિકો
30 બ્રિટિશ નાગરિકો
1 કેનેડિયન નાગરિક
6 નોન-પેસેન્જર (વિમાન કર્મચારી અથવા ગ્રાઉન્ડ સ્ટાફ) નો સમાવેશ થાય છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, "ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ છે અને કાયદાકીય જટિલતાઓથી ભરેલી છે. દરેક સ્ટેજ પર પૂરતી કાળજી લઈ પૂરાવા આધારે દેહો સોંપવામાં આવી રહ્યા છે."
ડોક્ટર જોડે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય સંસ્થાઓ સતત સહયોગ આપી રહી છે જેથી મૃતકોના પાર્થિવ દેહો શક્ય તેટલી ઝડપથી અને સાચવથી તેમના પરિવારજનો સુધી પહોંચી શકે.
આ દુર્ઘટનામાં એકંદર કેટલાં મૃતકો થયા હતા અને અત્યાર સુધીમાં કેટલી ઓળખ થયા છે તે અંગેની વધુ વિગતો પણ આગામી દિવસોમાં જાહેર થવાની શક્યતા છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





