Ahmedabad Plane Crash Black Box: અમદાવાદમાં થયેલાં પ્લેન ક્રેશને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. તમામ તપાસ એજન્સીઓને પાછળ મુકીને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે બ્લેક બોક્સ શોધી કાઢ્યું છે. હાલ આ બ્લેક બોક્સ NSG ને સોંપી દેવામાં આવ્યું છે. આ પહેલાં ગુજરાત એટીએસની ટીમે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું DVR શોધી કાઢ્યું હતું. જેને તપાસ માટે FSLને સોંપી દેવામાં આવ્યું છે. પ્લેન ક્રેશની ઘટનામાં છુપાયેલાં સત્યનું એક માત્ર સાક્ષી કહેવાય છે બ્લેક બોક્સ. ત્યારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને મળેલાં બ્લેક બોક્સથી હવે પ્લેન ક્રેશનું સાચું કારણ અને દુર્ઘટનાની છુપાયેલી સાચી હકીકત બહાર આવશે.
12 જૂન 2025 — બપોરના 1:38 વાગ્યે લંડન માટે ઉડાન ભરનાર એર ઇન્ડિયા ફ્લાઇટ નં-171 એક ભયાનક દુર્ઘટનાનો શિકાર બની. ટેક ઓફ થયા માત્ર બે મિનિટ પછી, મેઘાણીનગરના ઘોડાકેમ્પ પાસે વિમાન પછડાયું અને પ્લેનમાં સવાર 242 મુસાફરો ઉપરાંત કુલ 270 થી વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ દુઃખદ ઘટનાની ચોખવટ માટે હવે તમામ નજરો એક જ જગ્યા પર કેન્દ્રિત છે – અને એ છે દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ.
શું છે બ્લેક બોક્સ?
વિમાનની અંદર છૂપાયેલું આ નાનકડું યંત્ર અસંખ્ય રહસ્યો ઉજાગર કરવાનું શક્તિશાળી સાધન છે. ટેકનિકલી, બ્લેક બોક્સ બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલું હોય છે:
Cockpit Voice Recorder (CVR) – પાઇલટ્સની વચ્ચે થયેલી વાતચીત અને કોકપીટમાં થતા અવાજો રેકોર્ડ કરે છે.
Flight Data Recorder (FDR) – વિમાનના તમામ તકનિકી ડેટા જેમ કે સ્પીડ, ઊંચાઈ, દિશા, એન્જિન સ્થિતિ વગેરે સાચવે છે.
આ બંને ભાગ વિમાનના દરેક ક્ષણનો દસ્તાવેજ તૈયાર કરે છે – ખાસ કરીને છેલ્લી નિણાયકારી મિનિટોમાં જે માહિતી નક્કી કરે છે કે દુર્ઘટના કેમ બની.
કેટલું મજબૂત હોય છે બ્લેક બોક્સ?
બ્લેક બોક્સનો ડિઝાઇન એટલો શક્તિશાળી હોય છે કે તે:
1100°C તાપમાનમાં પણ કલાકો સુધી સલામત રહી શકે
પાણીમાં પડી જાય તો આપમેળે સેન્સર દ્વારા લોકેશન સિગ્નલ આપે
ભારે અથડામણ અને દબાણ સહન કરે
વિજળી વગર મહિના સુધી સક્રિય રહે
આમ, તેનામાં સંગ્રહિત માહિતી આગ, પાણી કે તકલીફો સામે રક્ષણ પામે છે અને તપાસ માટે મજબૂત આધાર પુરો પાડે છે.
તપાસમાં બ્લેક બોક્સની ભૂમિકા:
વિમાન દુર્ઘટનાઓની તપાસમાં બ્લેક બોક્સનું મહત્વ કઈ રીતે છે તે જૂના દાખલાઓથી પણ સાબિત થાય છે:
2020 કોઝિકોડ દુર્ઘટના: બ્લેક બોક્સ રેકોર્ડિંગથી જણાયું કે દુર્ઘટના પાઇલટની ભૂલના કારણે થઈ હતી.
2015 જર્મનવિંગ્સ વિમાન ક્રેશ: બ્લેક બોક્સે ખુલાસો કર્યો કે કોપાયલટે નિષ્ણાત રીતે વિમાન પછડાવ્યું હતું.
આથી, દરેક દુર્ઘટનાની પાછળ છુપાયેલી કહાની જાણવા માટે બ્લેક બોક્સ અત્યારે પણ એકમાત્ર સાચું સાક્ષી છે.
હાઈવે પર 'તેલ'નો ખેલ!: જામનગર-ખંભાળીયા રોડ પર બાતમી મળી અને આખું નેટવર્ક ઉઘાડું પડ્યું






