Ahmedabad plane crash: અમદાવાદ શહેરમાં ૧૨ જૂનના રોજ થયેલી પ્લેનક્રેશની અત્યંત દુઃખદ અને આઘાતજનક કરુણાંતિકામાં ભોગ બનેલા નિર્દોષ પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમના દિવંગત આત્માની શાંતિ માટે, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને સાથી ન્યાયાધીશઓ, રજિસ્ટ્રીના અધિકારીઓ તથા વકીલઓએ સાથે મળીને કોર્ટની કાર્યવાહી શરૂ થતા પહેલાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.
હાઈકોર્ટ આ કપરા સમયે મૃતકોના પરિવારો અને આ ભયાનક ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સાથે છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરીએ છીએ.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






