Home Gujarat Ahmedabad Plane Crash Dna Samples Of 231 Passengers Matched

અત્યાર સુધી 231 DNA મેચ : કુલ 210 મૃતદેહ પરિવારજનોને સોંપાયા:ડૉ રાકેશ જોશી

અત્યાર સુધી 231 DNA મેચ
Published by: OBS Bureau
Last Updated: Jun 20, 2025, 02:03 PM IST

વિમાન દુર્ઘટનામાં 231 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 210 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું.

ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, 10 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, 3 એર ક્લિયરન્સમાં હોવાથી ટૂંક સમયમાં પરિવારોને સોંપાશે, 8 પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે.જ્યારે 210 મૃતકોમાં 155 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 36 બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ 11 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે.

ઉદયપુર 7, વડોદરા 21, ખેડા 11, અમદાવાદ 60, મહેસાણા 6, બોટાદ 1, જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 23, ભરૂચ 7, સુરત 11, પાલનપુર 1, ગાંધીનગર 6, મહારાષ્ટ્ર 2, દીવ 14, જુનાગઢ 1, અમરેલી 2, ગીર સોમનાથ 5, મહીસાગર 1, ભાવનગર 1, લંડન 3, પટના 1, રાજકોટ 3, રાજસ્થાન 1, મુંબઈ 9, નડિયાદ 1 , જામનગર 2, પાટણ 2, દ્વારકા 2 તેમજ સાબરકાંઠાના 1, નાગાલેન્ડ 1, મોડાસા 1ના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now