Home Gujarat Ahmedabad Plane Crash Dna Samples Of 223 Passengers Matched

અત્યાર સુધી 223 મૃતકોના DNA મેચ : કુલ 204 મૃતદેહ પરિવારજનોને સોંપાયા:ડો.રાકેશ જોશી

અત્યાર સુધી 223 મૃતકોના DNA મેચ
Published by: OBS Bureau
Last Updated: Jun 20, 2025, 10:46 AM IST

સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૨૦ જૂનના રોજ સવારે 11:50 વાગ્યા સુધીમાં ૨૨૩ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. 220 સગાનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેમાંથી 202 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપાવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા (2)બે વ્યક્તિનું નિધન થતા તેમના મૃતદેહ પણ પરિજનોને સોંપવામાં આવ્યા છે. આમ, કુલ 204 મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતેથી સોંપવામાં આવ્યા છે.

ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, 223 મૃતકો કે જેમના DNA મેચ થયા છે તેમાં 168 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 36 બ્રિટિશ નાગરિક, 01 કેનેડિયન તેમજ 11 નોન- પેસેન્જર એટલે કે સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.વધુમાં કહ્યું કે, 15 જેટલા પાર્થિવ દેહને હવાઈ માર્ગે, જ્યારે 189 જેટલા પાર્થિવ દેહોને સડક માર્ગે તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવ્યા હતા.

 204 મૃતદેહો સોંપવામાં આવ્યા છે તેમાંથી 7 ઉદયપુર, વડોદરા 21, ખેડા 11, અમદાવાદ 58, મહેસાણા 6, બોટાદના 1, જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 21, ભરૂચ 7, સુરત 11, પાલનપુર 1, ગાંધીનગર 6, મહારાષ્ટ્ર 2, દીવ 14, જુનાગઢ 1, અમરેલી 2, ગીર સોમનાથ 5, મહીસાગર 1, ભાવનગર 1, પટના 1, રાજકોટ 3, મુંબઈ 9, નડિયાદ 1, જામનગર 2, પાટણ 2, દ્વારકા 2, સાબરકાંઠા 1, નાગાલેન્ડ 1, લંડનમાં 2 અને મોડાસામાં 1 મૃતદેહ મોકલવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now