Home Gujarat Ahmedabad Plane Crash Death 70 80 Doctors Crowd Postmortem Room At Ahmedabad Civil Hospital 5 Bodies Handed Over

સિવિલ હોસ્પિટલમાં 80 ડોક્ટર્સની ટીમ ખડેપગે : અત્યારસુધી 5 મૃતદેહો સોંપવામાં આવ્યા

સિવિલ હોસ્પિટલમાં 80 ડોક્ટર્સની ટીમ ખડેપગે
Published by: OBS Bureau
Last Updated: Jun 13, 2025, 07:10 AM IST

AHMEDABAD PLANE CRASH: અમદાવાદ વિમાન દુર્ઘટનાથી અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યો. મૃતદેહોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. જ્યાં 70થી 80 ડોક્ટર્સની વિશાળ ટીમ સતત ખડે પગે કાર્યરત છે.

અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ જેવા વિસ્તારોના PHC અને CHC ડોક્ટર્સ, તેમજ સિવિલ હોસ્પિટલના તબીબો સહિતના તજજ્ઞોનો સમાવેશ થાય છે. ગઈકાલથી ટીમ સતત કલાક સેવા આપી રહી છે જેથી મૃત્યુ પામેલાઓના મૃતદેહોની ઓળખ કરી શકાય અને યોગ્ય રીતે તેને પરિવારજનોને સોપી શકાય.

સિવિલ હોસ્પિટલ ખાતેથી 5 મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આમાં 2 રાજસ્થાન, 2 ભાવનગર અને 1 મધ્યપ્રદેશના રહેવાસી મૃતકનો સમાવેશ થાય છે. હજુ પણ અનેક મૃતદેહોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જેમ જેમ પરિવારો મૃત્યુ પામેલા પોતાના ઓળખ કરી રહ્યા છે, તેમ તેમ તંત્ર આગળની કામગીરી આગળ વધારી રહ્યું છે.

આ ટીમમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ જેવા વિસ્તારોના PHC અને CHC ડોક્ટર્સ, તેમજ સિવિલ હોસ્પિટલના તબીબો સહિતના તજજ્ઞોનો સમાવેશ થાય છે. ગઈકાલથી ટીમ સતત કલાક સેવા આપી રહી છે જેથી મૃત્યુ પામેલાઓના મૃતદેહોની ઓળખ કરી શકાય અને યોગ્ય રીતે તેને પરિવારજનોને સોપી શકાય.

સિવિલ હોસ્પિટલ ખાતેથી 5 મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આમાં 2 રાજસ્થાન, 2 ભાવનગર અને 1 મધ્યપ્રદેશના રહેવાસી મૃતકનો સમાવેશ થાય છે. હજુ પણ અનેક મૃતદેહોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જેમ જેમ પરિવારો મૃત્યુ પામેલા પોતાના ઓળખ કરી રહ્યા છે, તેમ તેમ તંત્ર આગળની કામગીરી આગળ વધારી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now