વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૩ અને ચહેરાથી ૬ એમ કુલ ૨૫૯ મૃતકોની ઓળખ થઇ ચુકી છે, જેમાંથી ૨૫૬ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે, એમ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું. મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ઓળખાયેલા ૨૫૯ મૃતકોમાં ૧૮૦ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૫૨(બાવન) બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ૧૯ નોન પેસેન્જરનો સમાવેશ થાય છે.
ઓળખ પામેલા ૨૫૯ મૃતકોમાંથી ૨૫૬ મૃતદેહો સોંપી દેવાયા છે અને ૩ બ્રિટિશ નાગરિકના મૃતદેહો આગામી સમયમાં નિયત ફ્લાઇટમાં મોકલવામાં આવશે. ૨૫૬ પાર્થિવ દેહમાંથી ૨૮ હવાઇ માર્ગે (બાય એર) અને ૨૨૮ રોડ માર્ગે (બાય રોડ) મોકલવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, ૨૫૩ મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી ૨૪૦ પેસેન્જર અને ૧૩ નોન પેસેન્જર છે. કુલ ૧૯ નોન પેસેન્જરના પાર્થિવ દેહ સોંપાયા જેમાં ૧૩ની ઓળખ DNA રિપોર્ટથી અને ૬ ની ઓળખ ચેહેરાથી કરાઈ છે. ડો.રાકેશ જોશીએ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. તેમણે કહ્યું કે, ઉદયપુર ૭, વડોદરા ૨૪, ખેડા ૧૧, અમદાવાદ ૭૩, મહેસાણા ૭, બોટાદ ૧, જોધપુર ૧, અરવલ્લી ૨, આણંદ ૨૯, ભરૂચ ૭, સુરત ૧૨, પાલનપુર ૧, ગાંધીનગર ૭, મહારાષ્ટ્ર ૧૩, દીવ ૧૪, જુનાગઢ ૧, અમરેલી ૨, ગીર સોમનાથ ૫, મહીસાગર ૧, ભાવનગર ૩, લંડન ૧૦, પટના ૧, રાજકોટ ૩, રાજસ્થાન ૨, નડિયાદ ૧, બનાસકાંઠા ૨, જામનગર ૨, પાટણ ૪, દ્વારકા ૨ તેમજ સાબરકાંઠાના ૧, નાગાલેન્ડ ૧, મોડાસા ૧, ખંભાત ૨, મણિપુર ૧, કેરળ ૧ અને મધ્યપ્રદેશના ૧ એમ કૂલ ૨૫૬ પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયામાં અમુક કિસ્સામાં એકથી વધુ વાર સેમ્પલ લેવામાં આવ્યા હોય એટલે લેવાયેલા કૂલ ડી.એન.એ. સેમ્પલની સંખ્યા ઓળખાયેલા કૂલ મૃતકોની સંખ્યા કરતા વધુ હોય તે સ્વાભાવિક છે.
અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!: સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા






