Home Gujarat Ahmedabad Odhav Three Brothers Beat A Young Man To Death With A Paddle

ઓઢવમાં ત્રણ ભાઇઓએ એક યુવકની ચપ્પુ મારી કરી હત્યા Odhav Murder Case : ભત્રીજીના ફોટાનો મામલો, પોલીસે આરોપીઓની કરી ધરપકડ

ઓઢવમાં ત્રણ ભાઇઓએ એક યુવકની ચપ્પુ મારી કરી હત્યા  Odhav Murder Case
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 07:08 AM IST

અમદાવાદના ઓઢવમાં એક શખ્સના મોબાઇલમાં યુવતીના ફોટા હોવાથી તે હેરાન કરતો હતો. જેથી યુવતીના કાકા તેના ત્રણ મિત્રો સાથે શખ્સના ઘરે ગયા હતા અને ફોટા ડિલિટ કરવાનું કહી ઉગ્ર ઝઘડો કરી ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા કરી હતી, આ ઝઘડામાં શાંત કરવા માટે વચ્ચે આવેલા યુવકના મિત્રને પણ ચપ્પુના ઘા વાગ્યા હતા. આ અંગે ઓઢવ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોધીને તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ફોટા ડિલીટ કરવાનું કહી ચપ્પુ માર્યું!

ઓઢવમાં રહેતા રવિભાઇ પટણી હીરા ઘસવાની નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ એક દિવસ ઘરે હતા ત્યારે તેનો મિત્ર સુનિલ ઉર્ફે ભોપો પટણીનો ફોન આવ્યો અને બ્લોકમાં નીચે બોલાવ્યો હતો. જેથી રવિ નીચે જતા સુનિલ ફોનમાં સ્પીકર પર કોઇ મહિલા સાથે વાત કરતો હતો. તે સમયે મહિલાએ સુનિલને ઓઢવ રામનગર આવી ફોટા ડીલીટ કરવાનું જણાવ્યુ હતુ. જે બાદ સુનિલને પૂછતા કહ્યુ કે જીગ્નેશ પટણીના મોબાઇલમાં મારી ભત્રીજાના ફોટા હોવાથી તે હેરાન કરે છે. તે ફોટા ડિલિટ કરવા મારે તેની માતા લક્ષ્મીબેન સાથે વાત થતી હતી કહીને રવિને સહિત ત્રણ મિત્રોને રિક્ષામાં બેસાડીને સુનિલ લક્ષ્મીબેનના ઘરે ગયો હતો. ત્યાં લક્ષ્મીબેન, તેમના ત્રણ પુત્રો જીગ્નેશ, અરૂણ અને વિક્કી તથા બે મહિલાઓ હાજર હતા. જે બાદ સુનિલે જીગ્નેશ પાસે ભત્રીજીના ફોટા ડિલિટ કરવા ફોન માંગ્યો હતો ના પાડીને ઝઘડો કર્યો હતો.

પહેલા મારામારી પછી હત્યા

સુનિલે જીગ્નેશને લાફો મારતા બંને વચ્ચે મારામારી થઇ હતી. આ દરમિયાન ત્રણેય ભાઇઓએ ભેગા મળીને સુનિલને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારીને લોહિલુહાણ કર્યો હતો. તેમજ રવિ વચ્ચે પડતા તેને પણ ચપ્પુના ઘા માર્યા હતા. બાદમાં રવિ સહિત ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા. જે બાદ ઇજાગ્રસ્ત રવિ અને સુનિલને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સુનિલું મોત નિપજ્યુ હતુ. જે મામલે રવિએ જીગ્નેશ, અરૂણ અને વિક્કી સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now