Home Gujarat Ahmedabad News Crime Branch Arrests West Bengal Accused In Bomb Threat Case

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા : મોદી-શાહના નામે બોમ્બની ધમકી આપનારને પ. બંગાળથી દબોચ્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 03:52 PM IST

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સ્કૂલોને મોદી-શાહના નામે ધમકી મોકલનાર આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી છે. બોમ્બની ધમકીભર્યા ઈમેલ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પહેલી વખત આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે.

17 ડિસેમ્બરે સ્કૂલોને મોકલ્યા હતા બોમ્બથી ઉદવવાના ધમકીભર્યા ઈમેલ

17 ડિસેમ્બર 2025 ના રોજ અમદાવાદની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં શહેરમાં હડકંપ મચી ગયો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં એક સાથે કેટલીક સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા, જેના પગલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ બપોરે 1:30 કલાકે બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી.

23 જાન્યુઆરીએ પણ મળી સ્કૂલોને મળ્યા હતા ધમકીભર્યા ઈમેલ

23 જાન્યુઆરી 2026 એ પણ અમદાવાદની ઘણી જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો. માહિતી મુજબ સંત કબીર સ્કૂલની ત્રણ અલગ-અલગ બ્રાન્ચ, DPS સહિત કુલ 15 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર અને શાળા સંચાલનો તાત્કાલિક સક્રિય બન્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now