Home Gujarat Ahmedabad Nehrunagar Accident Rohan Soni People Beat In Court

નહેરૂનગર અકસ્માત કેસના આરોપીને કોર્ટ પરિસરમાં લોકોએ માર માર્યો : ( જુઓ વિડીયો ) ગાડીમાંથી ઉતરતા જ ટોળાએ કરી ધોલાઈ, પોલીસ માંડ માંડ કોર્ટમાં લઈ ગઈ

નહેરૂનગર અકસ્માત કેસના આરોપીને કોર્ટ પરિસરમાં લોકોએ માર માર્યો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 02:21 PM IST

અમદાવાદના નહેરૂનગરમાં અકસ્માત સર્જનાર આરોપીને આજે પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેની સામે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે દરમિયાન કોર્ટ પરિસરમાં જ આરોપીને લોકોએ માર માર્યો હતો. 0


મેટ્રો કોર્ટમાં જ આરોપી માર માર્યો

આરોપીને કોર્ટમાં રજૂ કરતી વખતે લોકોએ મેટ્રો કોર્ટમાં જ આરોપી રોહન સોનીને માર માર્યો હતો. તે દરમિયાન પોલીસે મહા મહેનતે બચાવીને કોર્ટમાં રજૂ કર્યો હતો. અત્રે જણાવીએ કે, ગાડીની અડફેટે લેતા 2 યુવકોના મોત થયા હતા.

ભારે જહેમત બાદ પોલીસ આરોપીને મેટ્રો કોર્ટની અંદર લઈ ગઈ હતી

પોલીસ જ્યારે આરોપીને લઈ મેટ્રો કોર્ટ પહોંચી હતી જ્યાં પોલીસ વાનમાંથી આરોપીને બહાર કાઢતાં જ લોકોએ આરોપી રોહન સોનીને માર મારવાનો અને ધક્કા મુકી કરવાનો શરૂ કરી દીધો હતો. લોકોના મારથી બચાવવા પોલીસ દોડતી થઈ હતી અને ઓરપીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ ભારે જહેમત બાદ પોલીસ આરોપીને મેટ્રો કોર્ટની અંદર લઈ ગઈ હતી. આરોપી વિરુદ્ધ ઓવરસ્પીડ, કારમાં ડાર્ક ફિલ્મ, ડોક્યુમેન્ટ વિના વાહન ચલાવવા તેમજ પોલીસ સાથે ઘર્ષણ જેવા અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now