આગામી 27 જુનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજવાની છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રથયાત્રા રૂટનું ડેવલપમેન્ટ કાર્ય કરવામાં આવી રહ્યું છે. મંદિર પાસે પ્લાઝા બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે છે. આ રથયાત્રા માં નગરજનો આ નવા પ્લાઝાનો ઉપયોગ કરી શકશે તે દિશામાં કોર્પોરેશન પૂર જોશથી કામગીરી કરી રહ્યું છે
આગામી દિવસોમાં જગન્નાથ મંદિરના ડેવલોપમેન્ટ નું કાર્ય હાથ ધરાનાર છે તે પહેલા દર વર્ષે અષાઢી બીજે યોજાતી રથયાત્રાના રૂટનું ડેવલપમેન્ટ કાર્ય ચાલી રહ્યું છે.. જેના ભાગ રૂપે મહાનગરપાલિકા દ્વારા ૧૬ કિલોમીટર ના રૂટને ત્રણ તબક્કામાં ડેવલોપમેન્ટ કરવામાં આવશે..અત્યારે જમાલપુર મંદિર થી લઈને દાણાપીઠ સુધીના ૧.૨કિમી માર્ગનું રી ડેવલપમેન્ટનુ કામ ચાલી રહ્યુ છે. આ માટે ૨૦ કરોડ નો ખર્ચ કરવામાં આવશે.માર્ચ ૨૦૨૬ સુધીમાં આ કાર્ય પૂર્ણ થશે..
રથયાત્રા રૂટ ડેવલપમેન્ટ ની વાત કરીએ .નવા બનાવામાં આવેલ પ્લાઝા માં ગ્રેનાઇટ અને કોટા સ્ટોન સાથે ડી.કે સ્ટોન પથ્થરનો ઉપયોગ કરી હેરીટેજ લુક આપતા પથ્થર નો ઉપયોગ કરવામાં આવ્યો છે સાથેજ કલાત્મક કોતરણી વાળી આકર્ષક દિવાલો મંદિરના ગેટની બહારનો ભાગ ભવ્ય અને વિશાળ બનાવાશે રથયાત્રાના રૂટ ઉપર લોકો બેસી શકે તે માટે બેઠક વ્યવસ્થા આકર્ષક પ્લાન્ટેશન કરાશે હેરિટેજ ડેકોરેટિવ થીમ પર લાઇટિંગ કરાશે
સમગ્ર મંદિર અને મંદિર પરિસર નો આસપાસ નો વિસ્તાર રથયાત્રા રૂટ નો વિસ્તાર નું ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે ત્યારે આગામી દિવસોમાં જગતના નાથના દર્શને આવતા ભક્તોને દર્શન કરવામાં અને મંદિર સુધી પહોંચવામાં સરળતા રહેશે.
લોકોના સુરક્ષાની વાત કરવામાં આવે તો ગત વર્ષે અમદાવાદ કોર્પોરેશન દ્વારા રથયાત્રાને લઈ 463 જર્જરિત મકાનોને નોટીસ આપવામાં આવી હતી જે ઉપરાંત આ વખતે 213 યુનિટ ને નોટિસ આપવામાં આવી છે જેમાં 453 યુનિટ નો સમાવેશ થાય છે. રથયાત્રા પેહલા કામગીરી પૂર્ણ કરવામાં આવશે.રથયાત્રા ના દિવસે આવા મકાનો ,યુનિટ પર કોર્પોરેશ અને પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેની પૂરતી કાળજી લેવામાં આવશે
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






