Home Gujarat Ahmedabad Metro Earns More Than Rs 2 Crore In Just 9 Days

અમદાવાદ મેટ્રોને માત્ર 9 દિવસમાં થઈ 2 કરોડથી વધુની આવક : IPLની 9 મેચ દરમિયાન 15 લાખથી વધુ લોકોએ કરી મુસાફરી

અમદાવાદ મેટ્રોને માત્ર 9 દિવસમાં થઈ 2 કરોડથી વધુની આવક
Published by: OBS Bureau
Last Updated: Jun 04, 2025, 12:25 PM IST

અમદાવાદ મેટ્રો શરૂ થઈ ત્યારથી જ નગરજનો ઉત્સાહ મેટ્રોની સવારીમાં રહ્યો છે. આ જ ઉત્સાહ અમદાવાદમાં આઈપીએલની ૯ મેચ દરમિયાન પણ જોવા મળ્યો હતો. આઈપીએલની મેચ દરમિયાન ટ્રાફિકજામ અને પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે મોટી સંખ્યામાં લોકોએ મેટ્રોનો ઉપયોગ કર્યો છે. IPLની ૯ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવા માટે મોટાભાગના લોકોએ મેટ્રોનો જ ઉપયોગ કર્યો છે.

અમદાવાદમાં IPLની ૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. એટલું જ નહિ અમદાવાદ મેટ્રોને માત્ર ૯ દિવસમાં ૨ કરોડથી વધુની આવક પણ થઈ છે. IPLની ૯ મેચ દરિમયાન મેટ્રોની સફરના વિગતવાર આંકડાઓની વાત કરીએ તો ૨૫ માર્ચના રોજ ૧,૫૯,૯૨૩ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૧.૭૪ લાખની આવક થઈ હતી. ત્યારબાદ ૨૯ માર્ચના રોજ ૧,૮૩,૬૧૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૦.૯૦ લાખની આવક થઈ હતી. ૯ એપ્રિલના રોજ ૧,૭૨,૨૪૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૪.૧૫ લાખની આવક થઈ હતી. ૧૯ એપ્રિલના રોજ ૧,૬૫,૫૫૧ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૯.૪૩ લાખની આવક થઈ હતી. ૨ મેના રોજ ૧,૯૭,૩૮૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૯.૩૦ લાખની આવક થઈ હતી.


આ સિવાય ૨૨ મેના રોજ ૧,૨૧,૪૭૫ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૭.૫૧ લાખની આવક થઈ હતી. ૨૫ મેના રોજ ૧,૪૮,૧૯૨ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૮.૦૯ લાખની આવક થઈ હતી. ૧ જૂનના રોજ ૧,૪૫,૬૫૪ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૨.૩૧ લાખની આવક થઈ હતી. ૩ જૂન આઈપીએલની ફાઇનલ મેચ દરમિયાન ૨,૧૩,૩૩૬ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૨.૧૨ લાખની આવક થઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now