Home Gujarat Ahmedabad Ahmedabad Mayor Standing Committee Announcement

ચૂંટણીમાં જીત બાદ કોના શિરે બાંધવા સાફા? ભાજપમાં કોકડું ગૂંચવાયું : જાણો ક્યારે થશે અમદાવાદ સહિત ગુજરાતની 15 મનપાના મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાત

કોને મળશે મેયરની ખુરશી
Image Credit: AI
Published by: Vishal Dave
Last Updated: May 14, 2026, 10:57 AM IST

Gujarat Politics: હાલમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મનપામાં ભગવો લહેરાયો છે. પણ હવે અમદાવાદ સહિત જે મનપાઓમાં ચૂંટણી યોજાઈ હતી રાજ્યની તે 15 મહાનગર પાલિકાઓમાં કોને મેયર બનાવવા અને કોને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ આપવું તે મુદ્દો ભાજપ માટે માથાના દુઃખાવા સમાન બની ગયો છે. પક્ષમાં કોને સાચવવા તે મોવડી મંડળ માટે મુશ્કેલ સવાલ બનીને સામે આવ્યો છે. ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મળ્યા બાદ ભાજપ માટે સૌથી મોટો પડકાર હવે યોગ્ય નેતૃત્વ પસંદ કરવાનો છે. દરેક મહાનગરપાલિકામાં સ્થાનિક સમીકરણો, જાતિ આધારિત સંતુલન અને સંગઠનના વિશ્વાસપાત્ર ચહેરાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારો નક્કી કરવામાં આવશે.

પ્રતિકની અંતિમવિધિ પહેલાં વિચિત્ર ઘટના: નાનાભાઈની પત્ની અપર્ણા સાથે અખિલેશે બંધરૂમમાં એકાંતમાં કેમ કરી મુલાકાત?

મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા અને ચીફ વ્હિપ જેવા હોદ્દાઓ માટે પણ આ બેઠકમાં નામો નક્કી કરવામાં આવશે. આ તમામ પદો શહેરી વહીવટ માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. સૂત્રો મુજબ, પાર્ટી વિસ્તારમાં સંતુલન જાળવવા માટે પશ્ચિમ અને પૂર્વ ઝોન વચ્ચે પદોની વહેંચણી પણ ધ્યાનમાં રાખશે. આ સાથે જ જાતિ આધારિત સમીકરણોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ આગામી અઠવાડિયાની શરૂઆતમાં સામાન્ય સભામાં નવા મેયરો અને અન્ય પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

NEET Paper Leak: "મોટા લોકોને બચાવવામાં આવી રહ્યાં છે": કેમેરો જોઈ રડી પડ્યાં પેપરલીકના આરોપીઓ

કોણ-કોણ છે અમદાવાદના મેયર પદની રેસમાં?

1) ધરમશી દેસાઈ

અમદાવાદના મેયર પદની રેસમાં સૌથી આગળ નામ આવે છે બોડકદેવ વોર્ડમાંથી ધરમશી દેસાઈનું. ધરમશી દેસાઈ નામ પણ પણ સૌથી વધુ ચર્ચામાં છે. જોકે તેમના મામલે આંતરિક સમીકરણો અને અગાઉના પદોને ધ્યાનમાં લઈને અંતિમ નિર્ણય શું રહેશે તે અંગે અનિશ્ચિતતા યથાવત છે. આ પહેલાંની ટર્મમાં તેઓ AMTSના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી ચુક્યા છે. અમદાવાદના નિકોલમાં યોજાયેલાં પીએમ મોદીના રોડ શોમાં પણ ખડેપગે રહીને તેમણે મહત્ત્વની જવાબદારી નીભાવી હતી. ઓબીસી ફેક્ટરને કારણે તેમને તક મળવાની સંભાવના પ્રબળ છે.

2) હિતેશ બારોટ

ભાજપ હાઈકમાન્ડ સાથે સીધો સંપર્ક ધરાવતા પક્ષના જૂના આગેવાન એવા અમદાવાદના થલતેજ વોર્ડમાંથી ચૂંટાયેલા હિતેશ બારોટ આ વખતે અમદાવાદના મેયર પદની રેસમાં આગળ માનવામાં આવે છે. હિતેશ બારોટ અગાઉ AMCમાં સૌથી મહત્ત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચુક્યા છે. એટલું જ નહીં તેઓ સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે. સાથે જ તેમનો પક્ષના ઉચ્ચ નેતૃત્વ સાથેનો નજીકનો સંબંધ પણ તેમની દાવેદારીને મજબૂત બનાવે છે. ભાજપની ઉંમર મર્યાદાની નીતિ હેઠળ તેમને આ વખતે વધુ તક મળવાની સંભાવનાઓ ચર્ચાઈ રહી છે.

3) જશુ ઠાકોર

અમદાવાદના શાહીબાગમાંથી આવતા જશુ ઠાકોર પણ મેયર પદની રેસમાં છે. અગાઉ ઠાકોર સમાજમાંથી કાનાજી ઠાકોરને અમદાવાદના મેયર તરીકેનું સન્માન મળી ચુક્યું છે. ત્યાર બાદ કાનાજીને ભાજપ દ્વારા પ્રદેશમાં ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવ્યું હતું. આ વખતે ઠાકોર સમાજને ખુશ કરવા માટે જશુ ઠાકોરને મેયરનું પદ આપી શકે છે ભાજપ.

LPG સિલિન્ડરના ભાવ વધારાની ચિંતા વચ્ચે આવ્યાં રાહતનાં સમાચાર: જાણો ગુજરાતનાં મુખ્ય શહેરોમાં શું છે LPG સિલિન્ડરનાં ભાવ

સ્ટેન્ડિંગ કમિટી પદને લઈને ખાસ રસ કેમ?

AMCમાં સ્ટેન્ડિંગ કમિટી સૌથી શક્તિશાળી સમિતિઓમાંની એક માનવામાં આવે છે. શહેરના મોટા બજેટ, વિકાસ કામો, ટેન્ડર પ્રક્રિયા અને નાણાકીય મંજૂરીઓમાં આ સમિતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદને રાજકીય રીતે અત્યંત પ્રભાવશાળી ગણવામાં આવે છે. અમદાવાદ શહેરમાં આગામી વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, ફ્લાયઓવર, ડ્રેનેજ, રિવરફ્રન્ટ અને શહેરી વિકાસના અનેક મોટા પ્રોજેક્ટ્સ અમલમાં આવવાના છે. આવી સ્થિતિમાં સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન કોણ બનશે તે મુદ્દે માત્ર રાજકીય નહીં પરંતુ વહીવટી વર્તુળોમાં પણ ભારે ઉત્સુકતા છે. રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપ આ વખતે સંગઠન સમીકરણ, સામાજિક પ્રતિનિધિત્વ અને આગામી ચૂંટણીના રાજકીય સંદેશાને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકે છે. ખાસ કરીને શહેરી મતદારોમાં સંતુલન જાળવવું પાર્ટી માટે મહત્વપૂર્ણ રહેશે.

ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ થશે નક્કી

ઘાટલોડિયા વોર્ડના પ્રવીણ પટેલ અને પાલડીના કાઉન્સિલર જૈનિક વકીલ બંને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની રેસમાં ચર્ચાના કેન્દ્રમાં છે. જોકે, ભાજપની પરંપરા પ્રમાણે અંતિમ ક્ષણે કોઈ નવા અથવા અણધાર્યા ચહેરાને આગળ લાવવાની સંભાવના પણ નકારી શકાય તેવી નથી. ભાજપ હજુ પણ કોઈ 'સરપ્રાઈઝ' નામ લાવે તેવી શક્યતા નકારી શકાય નહીં. શહેર ભાજપ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા અને ચીફ વ્હિપ માટે સંભવિત નામોની યાદી સુપરત કરશે. પાર્લામેન્ટરી બોર્ડ અંતિમ નિર્ણય લેશે અને આવતા અઠવાડિયાની શરૂઆતમાં સામાન્ય સભાની બેઠકમાં નામોની જાહેરાત કરવામાં આવશે.

"50 ફૂટ ઊંચે ઉડ્યા, હાથ-પગ તૂટ્યા છતાં ...": જાણો કોણ છે નન્હે મિયાં, કહી ભયાનક આપવીતી

જ્ઞાતિના સમીકરણો પર અપાશે ધ્યાન

ભાજપના સૂત્રોનું કહેવું છેકે, જો પશ્ચિમ વિસ્તારમાંથી મેયરની પસંદગી કરવામાં આવશે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ પૂર્વ વિસ્તારના કાઉન્સિલરને મળવાની શક્યતા છે. મેયરનું પદ આ વખતે OBC માટે અનામત હોવાથી, સ્ટેન્ડિંગ કમિટીનું પદ પાટીદાર ઉમેદવારને ફાળવવામાં આવે તેવી અપેક્ષા છે. રાજકીય સૂત્રો અનુસાર, 19 મે આસપાસ નવા પદાધિકારીઓના નામ જાહેર થવાની સંભાવના છે. તે પહેલાં સંગઠન સ્તરે અંતિમ મથામણ અને સમીકરણો પૂર્ણ થઈ શકે છે. ભાજપ સામાન્ય રીતે આવા નિર્ણયો માટે અંતિમ ક્ષણ સુધી ગોપનીયતા જાળવતી હોવાથી સત્તાવાર જાહેરાત સુધી સ્પષ્ટતા થવાની શક્યતા ઓછી છે. અમદાવાદ મહાનગરપાલિકાના રાજકારણમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના પદો માત્ર વહીવટી નહીં પરંતુ ભવિષ્યના રાજકીય નેતૃત્વ માટે પણ મહત્વપૂર્ણ ગણાય છે. અગાઉ અનેક નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની આવી જવાબદારીઓમાંથી આગળ વધી રાજ્ય સ્તરની રાજનીતિમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે.

શહેરના વિકાસ પ્રોજેક્ટ્સ પર રહેશે સીધી અસર

નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સામે શહેરના વિકાસ સાથે જોડાયેલા અનેક પડકારો રહેશે. ટ્રાફિક મેનેજમેન્ટ, વરસાદી પાણીની સમસ્યા, રસ્તાઓની સ્થિતિ, પ્રદૂષણ, પાણી પુરવઠો અને વધતી વસતિ જેવા મુદ્દાઓ આગામી સમયમાં વધુ મહત્વના બનવાના છે. અમદાવાદ ઝડપથી વિકસતું મેટ્રો શહેર હોવાથી મહાનગરપાલિકાના નેતૃત્વની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની રહી છે. ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની શહેરી યોજનાઓના અમલીકરણમાં સ્થાનિક નેતૃત્વ અસરકારક હોવું જરૂરી માનવામાં આવે છે. રાજકીય રીતે પણ AMCના આ નિર્ણયો ગુજરાત ભાજપની આંતરિક વ્યૂહરચનાના સંકેત તરીકે જોવામાં આવે છે. આગામી સ્થાનિક અને રાજ્ય સ્તરની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાર્ટી સંતુલિત નિર્ણય લેવાનો પ્રયાસ કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now