Jagannath Rathyatra 2025: આજે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો આયોજન કરાયું છે. પરંપરાગત રીતે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે ભગવાનના દર્શન માટે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો છે. 101 ટેબ્લો, 18 ગજરાજ સાથે નીકળેલી રથયાત્રા વચ્ચે એક ગજરાજ ખાડિયા નજીક તોફાની બન્યા હતા. જો કે, ગજરાજો બેકાબૂ થવાના જુદા જુદા કારણ સામે આવ્યા છે , સીસોટીના અવાજના કારણે હાથી તોફાની બન્યા હતા. ડીજેના અવાજને કારણે એક હાથી ડિસ્ટર્બ થયો હતો અને દોડધામ મચી હોવાનું પણ સૂત્રો એ જણાવ્યું હતું.
ગજરાજને ઈન્જેક્શન આપી કાબૂમાં લેવાયા
18માંથી એક ગજરાજ બેકાબૂ થતાં રથયાત્રામાં નાસભાગ મચી હતી. જો કે, ઈન્જેક્શન આપી કાબૂમાં લેવાયો હતો જે બાદ પોલીસ-સ્વયંસેવકોને સીસોટી ન વગાડવા સૂચના આપવામાં આવી હતી.ગજરાજ જો બેકાબૂ થાય તો તાત્કાલિક તેણે કાબૂમાં લેવા માટે મહાવતને ખાસ તાલીમ મળેલી હોય છે ,સાથેજ કોર્પોરેશનના ઝૂ વિભાગના નિષ્ણાત અધિકારીઓ અને ડોકટરોની ટીમ સતત સાથે હોય છે. જેઓ પણ હાથીને કાબૂ કરવા માટે ખાસ તાલીમ પામેલ હોય છે.
ગજરાજ બેકાબૂ બનતા નાસભાગ મચી હતી
ખાડિયા વિસ્તાર નજીક રથયાત્રા પહોંચી હતી ત્યારે એકાએક એક ગજરાજ બેકાબૂ બની જતા નાસભાગના દર્શ્યો સર્જાયા હતા. જેના પગલે મહાવતો તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જે રથયાત્રા થોડા સમય માટે રોકવાની ફરજ પડી હતી.

_d5bb4c03-c75e-41b5-8745-33c1ed9c74e3.jpg)




