અમદાબાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. ત્યારે આ ભવ્ય રથયાત્રામાં શણગારેલા હાથીઓનું વિશેષ મહત્વ હોય છે. આવતીકાલે યોજાનાર 148મી રથયાત્રામાં 17 જેટલા હાથીઓ જોડાવાના છે, ત્યારે આ ગજરાજોની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે પશુપાલન વિભાગ દ્વારા હેલ્થ ચેકઅપ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જે તમામ હાથીઓનું હેલ્થ ચેકઅપ કરીને તેમના આરોગ્ય અંગે મંદિર તંત્રએ તાંગ મેળવ્યા હતા.
રથયાત્રા પૂર્વે ગજરાજનું હેલ્થ ચેકઅપ કરાયું
રથયાત્રામાં જોડાનાર ગજરાજાઓનું નાયબ પશુપાલન નિયામક અને તેમની ટીમ તંદુરસ્તીનું સતત મોનિટરિંગ કરી રહી છે. તમામ હાથીઓને હેલ્થ સર્ટિફિકેટ આપવામાં આવે છે અને જરૂરી સારવાર પણ આપવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, રથયાત્રાના દિવસે વનવિભાગ અને પશુપાલન વિભાગની ટીમ હાથીઓની સાથે રહેશે.
રથયાત્રાનું રૂટ 3500 CCTV કેમેરાથી સજ્જ
રથયાત્રાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ સાથે 3500 સીસીટીવી કેમેરા તેમજ 2872 બોડી વોર્મ કેમેરા, 240 ટેરેસ પોઇન્ટ, 25 વૉચ ટાવર અને 23,844 જેટલા પોલીસ જવાનો દ્વારા અમદાવાદ રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!: સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા






