Home Gujarat Ahmedabad Ahmedabad Gls College Student Attack Aditya Rathod Arrest

અમદાવાદમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો : આદિત્ય રાઠોડ ઝડપાયો, 2 આરોપી ફરાર

આરોપી આદિત્ય રાઠોડની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 12, 2026, 11:30 AM IST

9 માર્ચે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર પાસે આવેલી GLS કોલેજના પાછળના ગેટ નજીક એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે આદિત્ય સિંહ રાઠોડનું નામ સામે આવ્યું છે જેને હવે પોલીસે ઝડપી પાડ્યો છે. પીડિત વિદ્યાર્થી પોતાની કારમાં બેઠેલો હતો ત્યારે આરોપી આદિત્ય રાઠોડ પોતાના 2 સાથીદારો સાથે કાર અને એક્ટિવા પર આવી પહોંચ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ વિદ્યાર્થી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ગાડીના કાચ હથિયાર વડે તોડી નાખવામાં આવ્યા હતા. આરોપી આદિત્ય રાઠોડ અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર છે. આજે આરોપીનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

હથિયાર ગળા સુધી પહોંચ્યું

હુમલાખોરોએ વિદ્યાર્થી પર ધારદાર હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને હથિયાર ગળા સુધી પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. જો થોડી પણ ગડબડ થઈ હોત તો આ ઘટના જીવલેણ સાબિત થાત. સદનસીબે વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ નથી પરંતુ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા પોલીસે તેને હત્યાના પ્રયાસ તરીકે ગણાવ્યો છે. આ બનાવ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ભારતીય કાયદા મુજબ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની પત્નીના મોત કેસે લીધું ઉગ્ર સ્વરૂપ : કમિશનર કચેરીએ ટોળું ઊમટ્યું, ઉચ્ચારી ધરણાંની ચીમકી

LCB ટીમે ગાંધીનગરથી આરોપીને ઝડપ્યો

આ કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરતા ઝોન-1 LCB ટીમે મુખ્ય આરોપી આદિત્ય રાઠોડને ઝડપી પાડ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે. ચાવડા અને તેમની ટીમે આરોપીને ગાંધીનગર સ્થિત PDPU કેમ્પસ નજીકથી પકડી પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી છેલ્લા 2 મહિનાથી આ વિસ્તારમાં નાસ્તો કરવા માટે આવતો હતો. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી અને યોગ્ય સમયે કાર્યવાહી કરીને આરોપીને ઝડપ્યો હતો. ત્યાર બાદ આરોપીને નવરંગપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં 133 કિલો ગૌ-માસ સાથે 2 આરોપી ઝડપાયા : દાણીલીમડા પોલીસે ₹3.43 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

બોલાચાલી બાદ હુમલો

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ઘટના બોલાચાલી બાદ સર્જાઈ હતી. હાલ સુધી પોલીસને કોઈ ગાઢ અંગત દુશ્મની કે જૂના વિવાદના પુરાવા મળ્યા નથી. પોલીસનું કહેવું છે કે હાલ સુધી મળેલી માહિતી મુજબ આ ઘટના અચાનક ઉગ્ર બનેલી બોલાચાલીનું પરિણામ હોઈ શકે છે. જોકે આરોપીઓના મોબાઈલ કૉલ ડેટા અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

બે આરોપી હજુ ફરાર

આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ ગઈ છે પરંતુ તેના બે સાથીદારો હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને સંભવિત સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્ર હવે આરોપીઓની પુછપરછ અને પુરાવાના આધારે કેસને વધુ મજબૂત બનાવવા પ્રયત્ન કરી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now