Home Gujarat Ahmedabad Female Bouncer Rickshaw Puller Arrested With Md Drugs Worth Lakhs In Ramol

AHEMDABAD: MD ડ્રગ્સ સાથે ઝડપાઈ મહિલા બાઉન્સર : મુંબઈથી આવતા ડ્રગ્સની રીક્ષા ચાલક સાથે મળી મહિલા કરતી હતી હેરાફેરી

AHEMDABAD: MD ડ્રગ્સ સાથે  ઝડપાઈ મહિલા બાઉન્સર
Published by: OBS Bureau
Last Updated: Jun 09, 2025, 07:24 AM IST

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે મોટુ ઓપરેશન ચલાવીને રામોલ વિસ્તારમાંથી મહિલા બાઉન્સર સીરીનબાનુ અને રિક્ષાચાલક રમીઝ મોહમદ નસીરની ધરપકડ કરી છે. બંન્ને પાસેથી 3.41 લાખનું MD ((એમ્ફેટામાઈન અને મેફેડ્રોનનું મિશ્રણ) ) ડ્રગ્સ તથા 80,000નો અન્ય મુદ્દામાલ મળી કુલ 4.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, સીરીનબાનુ મુંબઈથી MD ડ્રગ્સ લાવીને અમદાવાદમાં છૂટક વેચાણ કરતી હતી.પોલીસે તનવીર સહિત અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે.

મહિલા બાઉન્સર અને રિક્ષાચાલક ઝડપાયા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી રમીઝાનને MD ડ્રગ્સ લેવાની આદત હોવાથી તેણે તનવીર પાસેથી આ ડ્રગ્સ મેળવ્યું હતું. જ્યારે આરોપી સિરીન MD ડ્રગ્સ પોતાના આર્થિક ફાયદા માટે છૂટક વેચાણ કરવા મુંબઈથી લાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમ નોંધી તપાસ હાથ ધરી છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now