Home Gujarat Ahmedabad Ex Servicemen Protest Airport Circle Chakkajam

અમદાવાદમાં પૂર્વ સૈનિકોનો 'ભારે' વિરોધ : એરપોર્ટ સર્કલ પર ચક્કાજામ, એરપોર્ટ ઓથોરિટીએ પેસેન્જર્સ માટે એડવાઈઝરી બહાર પાડી!

અમદાવાદમાં પૂર્વ સૈનિકોનો 'ભારે' વિરોધ
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 12:29 PM IST

રાજ્યમાં પૂર્વ સૈનિકો દ્વારા પડતર માંગણીઓને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. માજી સૈનિકો 'ઓપરેશન અનામત' આંદોલનનો આજે 23મો દિવસ છે. જેઓ ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. 'ગુજરાત પૂર્વ સૈનિક સંગઠન' દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આહવાન કરાયું હતું. જ્યાંથી કેટલા વિરોધ કરી રહેલા સૈનિકોની અટકાયત કરી હતી. જો કે, હવે માજી સૈનિકો અમદાવાદની આર્મી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જે વિરોધ અને ચક્કાજામના પગલે અમદાવાદ એરપોર્ટ દ્વારા પેસેન્જર્સ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સમયસર એરપોર્ટ પહોંચવા માટે વહેલાસર નીકળી જવું.


એરપોર્ટ સર્કલ ચક્કાજામ

અત્રે જણાવીએ કે, 200થી પણ વધુ માજી સૈનિકોએ એરપોર્ટ સર્કલ પર ચક્કાજામ કર્યું છે. જેઓ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી વિરોધ નોંધાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ સર્કલ પર ચક્કાજામ કરતા એરપોર્ટ પર આવતા જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો કે, આ મામલે એરપોર્ટ ઓર્થોરેટીએ એડવાઇઝરી જાહેર કરી છે.


ડિટેઇન કરેલ માજી સૈનિકોને મુક્ત કરવાની માંગ

ગાંધીનગર ખાતેથી ડિટેઇન કરેલ માજી સૈનિકોને મુક્ત કરવા માંગ કરવામાં આવી છે તેમજ શાંતિથી આંદોલન કરતા માજી સૈનિકોને પોલીસે ડિટેઇન કર્યાનો પણ આક્ષેપ કરાયો છે. જ્યાં સુધી ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતને મુક્ત નહીં કરાય ત્યાં સુધી માજી સૈનિકો આંદોલન કરશે તેવી ચમકી ઉચ્ચારી છે.


શું છે માંગણી

સતત 23મા દિવસે કરવામાં આવી રહેલા આંદોલનમાં માજી સૈનિકોની માંગ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્ત સૈનિકોને 10 ટકા અનામત આપવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા મિનિમમ પાસિંગ માર્ક્સ 40 રાખતા આજના નિવૃત સૈનિકોને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત તેઓ લઘુતમ લાયકની પ્રક્રિયા દાખલ કરે અને સૈનિકોની જગ્યા પર સૈનિકોનો જ ભરતી કરે તેવી માગણી મૂકી છે.

1. કેન્દ્ર સરકાર દ્વારા નિ retraitted સૈનિકોને 10% અનામત આપવામાં આવે.

2. રાજ્ય સરકાર દ્વારા ભરતી માટેનું મિનિમમ પાસિંગ માર્ક 40 ન રાખવામાં આવે, જે હાલના નિવૃત સૈનિકોને મુશ્કેલી પહોંચાડે છે.

3. જનરલ ભરતી પ્રક્રિયામાં સૈનિકોની જગ્યાએ—માત્ર સૈનિકો ભરતી થવી જોઈએ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now