અમદાવાદના ચંડોળા તળાવમાં રહેલા દબાણો દૂર કરવાની કામગીરી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્યારસુધીમાં 12 હજારથી વધુ દબાણો દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેનો ઉપયોગ ચંડોળા તળાવના વિકાસ અર્થે કરવામાં આવનારો છે. આજે સવારથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણો સહિતના દબાણેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ચંડોળા તળાવમાં ડિમોલિશનની કર્યવાહી યથાવત
અમદાવાદ મહાનગર પાલીકા દ્વારા આજે (28/05/2025)ના રોજ કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર-મસ્જિદ સહિતનાં ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફેરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઇસનપુર દશા માતા મંદિર નજીક તળાવની કેટલીક જગ્યામાં નાનાં કાચાં-પાકાં મકાનો પણ તોડવામાં આવ્યાં છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






