Home Gujarat Ahmedabad Civil Hospital Pm Modi To Lay Virtual Foundation Stone 1800 Bed Building During Gujarat Visit

અમદાવાદ સિવિલ હોસ્પિટલથી થશે કાયાપલટ : 1800 બેડની બિલ્ડિંગનું PM મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન કરશે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત

અમદાવાદ સિવિલ હોસ્પિટલથી થશે કાયાપલટ
Published by: OBS Bureau
Last Updated: May 24, 2025, 05:09 PM IST

અમદાવાદની અસારવા સિવિલમાં MS ઓફિસ સહિત પાંચ બ્લોક તોડી નવી હોસ્પિટલ તૈયાર કરવાની છે. 1800 બેડની આ બિલ્ડિંગનું પીએમ મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે. અંદાજિત રૂ. 588 કરોડના ખર્ચે તૈયાર થનારા આ બિલ્ડિંગની કામગીરી ત્રણ વર્ષમાં પૂર્ણ કરી દેવાશે. અસારવા સિવિલમાં આગામી 50 વર્ષની આરોગ્ય સુવિધાને ધ્યાનમાં રાખી હાલ નવીન આયોજન કરવામાં આવી રહ્યું છે.

અસારવા સિવિલમાં હાલ જે નવી પાંચ બિલ્ડિંગ બનાવવાની છે તેમાં 500 બેડ ઈન્ફેકશન ડિસિઝ માટે, 300 ICU બેડ, આઇસોલેનશન વોર્ડમાં 60 બેડ, 50 સ્પેશિયલ રૂમ, મોડ્યુલર ઓપરેશન સેન્ટર અને 50 સુપર સ્પેશિયાલિટી વોર્ડ તૈયાર કરવામાં આવશે. જે નવા બિલ્ડિંગ બનશે તો G+10 માળનું તૈયાર થશે. 600 ટુ વ્હીલર અને 1000 ફોર વ્હીલર માટે પાર્કિંગ વ્યવસ્થા કરાશે. બે માળના પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

એક લાખ SQM બિલ્ડઅપ એરિયામાં હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. આગામી 50 વર્ષમાં દર્દીઓ અધ્યતન સારવાર મેળવે તે માટેનું આયોજન કરાયું છે. રૂ.588 કરોડના ખર્ચે તૈયાર થનારી હોસ્પિટલ આગામી ત્રણ વર્ષમાં તૈયાર થશે. હોસ્પિટલનું કામ પૂર્ણ થયા બાદ 4200 થી વધુ બેડની હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now