આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાને લઈ એર ઈન્ડિયાએ ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. જેમા ભારતીય યાત્રીઓ માટે પહેલો હેલ્પલાઇન નંબર: 1800 5691 444 છે. જ્યારે વિદેશી નાગરિકો માટે : +91 8062779200 નંબર જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ દ્રારા આ નંબર ૦૭૯-૨૫૬૨૦૩૫૯ જાહેર કર્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા 1)6357373831
2)6357373841 સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રેએ જાહેર કર્યા છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






