Home Gujarat Ahmedabad Ahmedabad Chandkheda Case Police Took The Girls Father Straight From The Hospital

ચાંદખેડા 'ઢોંસાનું ખીરું' કેસના રહસ્ય પરથી આજે ઉચકાઈ શકે છે પડદો : શંકાના દાયરામાં રહેલા બાળકીઓના પિતાને પોલીસે ઉઠાવ્યો

Chandkheda Crime Case Update
Published by: Vishal Dave
Last Updated: Apr 10, 2026, 12:28 PM IST

Chandkheda Crime Case Update: અમદાવાદના ચાંદખેડાના 'ઢોંસાનું ખીરું' વાળા કેસમાં રોજ એક બાદ એક ચોંકાવનારા વળાંક આવી રહ્યાં છે. આટલા દિવસથી ચાલતા આ કેસનું પિક્ચર આજે પુરું થઈ શકે છે. કારણકે, હાલમાં જ બે બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળતા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ કેસની પૂછપરછ કરવા માટે વિમલ પ્રજાપતિને લઈ જવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન સાંજ સુધીમાં મોટા ખુલાસા થાય તેવી પણ સંભાવના છે. એક બાદ એક જે પ્રમાણે આ કેસમાં નવા વળાંક આવી રહ્યાં છે એ જોઈને અમદાવાદ પોલીસ પણ ચોંકી ગઈ છે.

આ પણ વાંચોઃ ચાંદખેડા 'ઢોંસાનું ખીરું' કેસમાં ચોંકાવનારો વળાંક : બે બાળકીના મોત પાછળ 'માનતા'?, જાણો પત્નીની ડાયરીમાંથી કયો નવો ઘટસ્ફોટ થયો

જ્યારે પણ આ કેસને લઈને બે બાળકીઓના મોત વિશે તેના પિતા વિમલ પ્રજાપતિને કંઈ પૂછવામાં આવે છે તો તરત જ તેના શરીરમાં મોટો બદલાવ જોવા મળે છે. એવી પણ માહિતી સામે આવી છેકે, આ કેસ અંગે વાત કરતી વખતે વિમલ પ્રજાપતિનું બ્લડ પ્રેશર સતત હાઈ થઈ જાય છે. હાલ વિમલ પ્રજાપતિને પૂછપરછ માટે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે લવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઢોંસાનું ખીરું કે મોતનું મારણ? કાવતરાખોર કોણ? : બે બાળકીઓના મોત મામલે ક્રાઇમબ્રાન્ચે તપાસનો દોર સંભાળ્યો

ઉલ્લેખનીય છેકે, અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી રાહા અને મિશ્રીનાં શંકાસ્પદ મોત થવાની ઘટનામાં રોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકીના પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેરી તત્ત્વ મળ્યું હતું. તેને લઈને પણ હત્યા અને આત્મહત્યાની થિયરી પર પણ પોલીસ તપાસ કરી રહી છે.

આજે પોલીસ દ્વારા આ કેસમાં ઘરની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને વિમલની પત્ની ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. ડાયરીમાં એવું પણ સ્પષ્ટ લખેલું સામે આવ્યું છેકે, ભાઈ મને પુત્ર પ્રાપ્તિ થશે તો હું મંદિરે પગે લાગવા માટે આવીશ. સાથે જ ડાયરીમાંથી એ વાતનો પણ ખુલાસો થયો છેકે, વિમલની પત્ની ભાવનાએ પુત્ર પ્રાપ્તિ માટે માનતા માની હતી. ભાવનાએ શિવમંદિરની માનતા માની હોવાનો ઘટસ્ફોટ પણ આ ડાયરીમાંથી થયો છે. ભાવનાને જ્યારે મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે. આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે.

બપોર બાદ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને કે.ડી હોસ્પિટલમાંથી રજા આપતા ચાંદખેડા પોલીસ દ્વારા પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. હાલ તેની સઘન પુછપરછ ચાલી રહી છે. કારણકે, આ કેસ હવે માત્ર સ્થાનિક નહીં પણ રાજ્ય કક્ષાએ ચકચારી બની ચુક્યો છે. જેને કારણે ગૃહ વિભાગ દ્વારા પણ આ કેસની અપડેટ પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. ઢોસા-ખીરા કાંડના કેસ મુદ્દે ચાંદખેડાના PI જયેશ મકવાણાએ મીડિયા સાથે ની વાતચીતમાં જણાવ્યું છેકે, ભાવના પ્રજાપતિની ડાયરીમાં લખ્યું છેકે ભાઈ મને જો પુત્ર પ્રાપ્તિ થશે તો હું મંદિરે પગે લાગવા જઈશ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now