Asaram Medical Checkup : આસારામને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લવવામાં આવ્યો હતો. જ્યાં આસારામની અંદાજિત 4 કલાક જેટલી મેડિકલ તપાસ ચાલી હતી. હોસ્પિટલમાં આસારામ આવતાની સાથે તેના સાધકો-સમર્થકો પણ આવી ચડ્યાં હતા, અને સરકારી હોસ્પિટલ માથે લીધી હતી. આખે આખી અસારવા સિવિલ જાણે આસારામના ચેકઅપને લઈ હિલોળે ચડી ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. VVIP સુવિધાઓનો લાભ અપાયો હોય તેવી રીતે પર્સનલ સિક્યુરિટી સ્ટાફ સાથે જાજરમાન કારમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને આ કારને પણ એવી જગ્યાએ પાર્ક કરવામાં આવી હતી જ્યાં ગંભીર કેસો વાળા દર્દીઓને લઈને આવતી ઈમરજન્સી એમ્બ્યુલન્સની એન્ટ્રીનો એરિયા હતો.
દુષ્કર્મના આરોપીની 'સિવિલ સરભરા'!
મેડિકલ ચેકઅપ માટે આવેલા આસારામ માટે નવી વ્હીલચેર અને નવી ચાદર પણ બિછાવવામાં આવી હતી, એટલું જ નહી હોસ્પિટલ સ્ટાફને બે કલાક ગેટ પાસે ઉભો રાખવામાં આવ્યો હતા. સામાન્ય દર્દીઓ હોસ્પિટલમાં ધક્કે ચઢ્યા જ્યારે દુષ્કર્મનો આરોપીને VVIP સરભરા વચ્ચે ચેકઅપ કરાવી રહ્યો હતો. વિવિધ પ્આરકારના તબીબી પરીક્ષણો કરવાના હોવાથી માટે એક જ જગ્યાએ તમામ ડોક્ટરોને પણ બોલાવવામાં આવ્યા હતા.. જયારે સામાન્ય દર્દીઓને જુદા જુદા ટેસ્ટ માટે જુદી જુદી બારીઓ અને જુદા જુદા મેડીકલ ડીપાર્ટમેન્ટ માં ધક્કા ખાવા પડતા હોય છ .
''રિપોર્ટ આવ્યા બાદ મેડિકલ બોર્ડ રિપોર્ટ તૈયાર કરાશે''
આસારામના મેડિકલ ચેકઅપ મામલે સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોશીએ કહ્યુ કે,''આસારામને 10:30 વાગ્યાની આસપાસ મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા. જોધપુર કોર્ટનો લેટર છે જેમાં આશારામને મેડિકલ ચેકઅપ કરવા આદેશ કરાયો છે. મેડિકલ ચેકઅપ માટે કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ અને મેડિસિન હેડ, નેફ્રોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ, યુરોલોજિસ્ટનો ઓપિનિયન લેવામાં આવ્યો છે. આશારામનું ઇકો, કાર્ડિયોગ્રામ, એક્સરે, અલ્ટ્રાસાઉન્ડ કરવાના આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ મેડિકલ બોર્ડ દ્રિવારા પોર્ટ તૈયાર કરવામાં આવશે"
''લોકો એકઠા થયા એટલે ગેટ બંધ કરવામાં આવ્યો હતો''
આસારામને VVIP સુવિધા આપવા મામલે રાકેશ જોષીએ કહ્યું કે, ''આસારામને કોઈ વીઆઈપી સુવિધા આપવામાં આવી નથી, વધુ લોકો એકઠા થયા એટલે ગેટ બંધ કરવામાં આવ્યો હતો . આસારામ સાથે પરીક્ષણ સમયે સમયે કોઈ વ્યક્તિ હાજર હતી નહીં, અમે પોલીસને પણ જાણ કરી હતી અને બંદોબસ્ત માંગ્યો હતો
મેડિકલ બેઝ ઉપર જામીન પર છે આસારામ
અત્રે જણાવીએ કે, ગુજરાત હાઇકોર્ટે મેડિકલ બેઝ ઉપર આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા જ્યારે રાજસ્થાન હાઈકોર્ટે 29 ઓગસ્ટ સુધી જામીન લંબાવ્યા હતા. આસારામ ઉપર સુરતની યુવતી સાથે દુષ્કર્મના કેસ મામલે ગુજરાતમાં ગુનોં નોંધાયલો હતો તેવો જ દુષ્કર્મનો ગુનોં રાજસ્થાનના જોધપુરમાં પણ નોંધાયો હતો
જુલાઈમાં 1 મહિનો જામીન વધાર્યા હતા
આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવાયા હતા ત્યારે હોસ્પિટલ અને ડોક્ટરના સર્ટિફિકેટ રજૂ કરાયા હતા. 21 ઓગસ્ટે વધુ સુનાવણી હાથધરવામાં આવશે. ત્યાં સુધી હાઇકોર્ટે હંગામી જામીન લંબાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત 3 જુલાઈએ ગુજરાત હાઇકોર્ટે આસારામના જામીનમાં 1 મહિનાનો વધારો કર્યો હતો .






