Home Gujarat Ahmedabad Ahmedabad Amts Driver Mohsin Khan Mohit Patel Fake Identity Case

ઓળખ છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી! : AMTS ડ્રાઈવર મોહસીન ખાન 'મોહિત પટેલ' બની યુવતી સાથે માણ્યું શરીરસુખ! જાણો વિધર્મીની મોડસ ઓપરેન્ડી

AMTS ડ્રાઈવર કેસ
Play Video
Published by: Viral Patel
Last Updated: Apr 07, 2026, 01:02 PM IST

Ahmedabad News: અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર 'લવ જેહાદ' જેવી મોડસ ઓપરેન્ડી ધરાવતો કિસ્સો સામે આવ્યો છે. પોતાની અસલી ઓળખ છુપાવી, હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ માત્ર નામ જ નહોતું બદલ્યું, પરંતુ હોટલોમાં રોકાવા માટે નકલી દસ્તાવેજોનો પણ સહારો લીધો હતો. શહેરમાં AMTSમાં ડ્રાઈવર તરીકે કામ કરતો મોહસીન ખાન નામનો યુવક ‘મોહિત પટેલ’ નામ ધારણ કરી યુવતી સાથે નજીક આવ્યો હતો. પોતાની સાચી ઓળખ છુપાવીને તેણે યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા અને શારીરિક સંબંધો પણ બાંધ્યા હોવાનો આરોપ છે. જોકે સમય જતાં યુવતીને શંકા જતાં આખી હકીકત બહાર આવી અને હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

શું છે સમગ્ર મામલો?

શહેરની એક યુવતીના સંપર્કમાં AMTS બસનો ડ્રાઈવર મોહસીન ખાન આવ્યો હતો. જોકે, મોહસીને પોતાની સાચી ઓળખ છુપાવીને યુવતીને પોતાનું નામ 'મોહિત પટેલ' જણાવ્યું હતું. પોતે કુંવારો હોવાનું કહીને તેણે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.

આ પણ વાંચો: "ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ" : અમદાવાદ મનપાની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે કોના પર સાધ્યું નિશાન?

નકલી આધાર કાર્ડનો ખેલ

આરોપી મોહસીન ખાન કેટલો શાતિર હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેણે 'મોહિત પટેલ' નામે એક નકલી આધાર કાર્ડ પણ બનાવી રાખ્યું હતું. જ્યારે પણ તે યુવતીને લઈને હોટલમાં રોકાવા જતો, ત્યારે પકડાઈ ન જાય તે માટે આ ખોટા દસ્તાવેજનો જ ઉપયોગ કરતો હતો.

આ રીતે ફૂટ્યો ભાંડો

યુવતીને છેલ્લા કેટલાક સમયથી મોહિત (મોહસીન)ના વર્તન પર શંકા ગઈ હતી. એક દિવસ તક મળતા જ યુવતીએ તેનો મોબાઈલ ફોન ચેક કર્યો હતો. ફોન તપાસતા તેને એક નંબર મળ્યો જે આરોપીની બહેનનો હતો. યુવતીએ જ્યારે તેની બહેન સાથે વાત કરી ત્યારે તેને આઘાત લાગ્યો હતો. સત્ય એ હતું કે યુવકનું નામ મોહિત નહીં પણ મોહસીન ખાન છે. તે કુંવારો નથી, પણ પરિણીત છે. તેને સંતાનમાં ત્રણ બાળકો પણ છે. જ્યારે યુવતીએ આ બાબતે મોહસીનને સવાલ કર્યા અને સત્ય સામે લાવવાની વાત કરી, ત્યારે આરોપીએ પોતાની અસલી મથરાવટી બતાવી હતી. તેણે યુવતીને જાનથી મારી નાખવાની અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપી હતી. અંતે હિંમત હાર્યા વગર યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચો: ગુજરાતીઓને અભણ કહેનારા ખડગેના અમિત શાહે કાઢ્યા છોતરાં : "રાહુલ ગાંધી નેતા બન્યા ત્યારથી કોંગ્રેસીઓનું જાહેરજીવનનું સ્તર નીચે આવી ગયું છે"

પોલીસની કાર્યવાહી

અમદાવાદ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી મોહસીન ખાનની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી નકલી આધાર કાર્ડ કબજે કર્યું છે. હાલ પોલીસ નીચે મુજબના મુદ્દાઓ પર તપાસ કરી રહી છે. 1. નકલી આધાર કાર્ડ બનાવવામાં તેને કોણે મદદ કરી? 2. શું આ રીતે તેણે અન્ય કોઈ યુવતીઓને પણ નિશાન બનાવી છે? 3. આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ?

નકલી આધાર કાર્ડથી હોટલોમાં રોકાતો હતો

પોલીસ તપાસમાં એક મહત્વની બાબત પણ સામે આવી છે. આરોપી યુવતી સાથે હોટલોમાં રોકાવા માટે ‘મોહિત પટેલ’ નામનું નકલી આધાર કાર્ડ ઉપયોગમાં લેતો હતો. પોલીસે આરોપી પાસેથી આ નકલી આધાર કાર્ડ કબજે કર્યું હોવાનું જાણવા મળે છે. આ કાર્ડ કેવી રીતે બનાવવામાં આવ્યું અને તેમાં અન્ય કોઈની મદદ હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. હોટલોમાં રહેવા માટે નકલી ઓળખનો ઉપયોગ કરવો પોતે જ ગંભીર ગુનો ગણાય છે. તેથી આ કેસમાં માત્ર છેતરપિંડી જ નહીં પરંતુ દસ્તાવેજ બનાવટી બનાવવાના આરોપોની પણ તપાસ થઈ શકે છે.

આ પણ વાંચો: "ભૂષણ ભટ્ટને પોતાના પુત્ર માટે ટિકિટ જોઈએ છે એટલે હવાતિયાં મારે છે" : "ખાડિયા પાકિસ્તાન બની જશે" નિવેદન પર ખેડાવાલાનો વળતો જવાબ

યુવતીને શંકા જતાં ફોન ચેક કર્યો અને સત્ય બહાર આવ્યું

સમય જતાં યુવતીને આરોપીની વાતોમાં ગેરસમજ થવા લાગી હતી. કેટલાક પ્રસંગોએ તેની વાતો અને વર્તનમાં તફાવત દેખાતા યુવતીને શંકા થઈ. આ દરમિયાન યુવતીએ આરોપીનો ફોન ચેક કર્યો હતો. ફોનમાં તેને એક નંબર મળ્યો જે આરોપીની બહેનનો હોવાનું જાણવા મળ્યું. આ નંબર પરથી વાતચીત કરતાં યુવતીને આરોપીની સાચી ઓળખ વિશે માહિતી મળી. ત્યાંથી જાણવા મળ્યું કે આરોપીનું સાચું નામ મોહસીન ખાન છે અને તે પહેલેથી જ પરિણીત છે. એટલું જ નહીં, તેને ત્રણ બાળકો પણ હોવાનું બહાર આવ્યું. આ વાત સામે આવતાં યુવતીને ભારે આઘાત લાગ્યો અને સમગ્ર ઘટના વિશે પોલીસમાં ફરિયાદ કરવાની તેણે ઠરાવ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now