અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના પીડિતોને વળતર આપવાની પ્રક્રિયા સંબંધિત પીડિત પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે આરોપોને એર ઇન્ડિયાએ ફગાવી દીધા છે. તેમણે કહ્યું છે કે, વળતર અંગે તેમની સામે લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. તેમના દ્વારા આપવામાં આવેલી પ્રશ્નાવલીનો હેતુ ફક્ત કૌટુંબિક સંબંધોની પુષ્ટિ કરવાનો, જેથી વળતરની રકમ યોગ્ય રીતે પહોંચી શકે અને ચુકવણી યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી.
એર ઇન્ડિયાએ શું સ્પષ્ટતા કરી
એર ઇન્ડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ કેટલીક ઔપચારિક પ્રક્રિયાઓ છે જેનું પાલન કરવાની જરૂર છે. પરંતુ અમે પીડિત પરિવારોને શક્ય તેટલી મદદ કરી રહ્યા છીએ. એરલાઇને એ પણ સ્પષ્ટ કર્યું કે, ફોર્મ ઈ-મેલ દ્વારા અથવા રૂબરૂમાં સબમિટ કરી શકાય છે. અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જે પીડિત પરિવારને અંતિમ સંસ્કારથી લઈ રહેવાની કે અન્ય વ્યવસ્થામાં મદદ કરી રહી છે. એર ઇન્ડિયાએ માહિતી આપી છે કે, અત્યાર સુધીમાં 47 પરિવારોને પેમેન્ટ કરવામાં આવ્યું છે અને 55 પરિવારોને પેમેન્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
એર ઇન્ડિયા સામે શું આરોપો?
યુકે કાયદાકીય ફર્મ સ્ટુઅર્ટ્સ, જે 40થી વધુ પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહી છે, જેણે દાવો કર્યો હતો કે, એર ઇન્ડિયાએ પ્રશ્નાવલી મોકલી છે જે પરિવારો પર કાયદેસર રીતે ઉલ્લંઘન કરતી નાણાકીય વિગતો જાહેર કરવા દબાણ કરે છે. સ્ટુઅર્ટ્સના ભાગીદાર પીટર નિનાને એર ઇન્ડિયાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પીડિત પરિવારોને કોઈ પણ સમજૂતી વિના કાનૂની શબ્દોનો સમાવેશ કરતી પ્રશ્નાવલી મોકલવામાં આવી હતી. જેમ કે - આર્થિક નિર્ભરતા અથવા બચી ગયેલા લાભાર્થી વગેરે. સંબંધીઓને કાનૂની સ્વરૂપમાં મહત્વપૂર્ણ માહિતી માંગવામાં આવી હતી, જેમાં કાનૂની વ્યાખ્યાઓવાળા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં આ માહિતીનો ઉપયોગ તેમની વિરુદ્ધ થઈ શકે છે. તેમને આનાથી શરમ આવવી જોઈએ
વળતર અંગે ટાટા ગ્રુપની જાહેરાત
12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ થઈ ગયો હતો. આ ફ્લાઇટમાં એક મુસાફર સિવાય તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ ટાટા ગ્રુપે જાહેરાત કરી હતી કે તે દરેક મૃતકના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપશે. આ સાથે 500 કરોડ રૂપિયાનું ટ્રસ્ટ સ્થાપવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને પુનર્વસન જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે.
મલ્લિકાર્જુન ખડગેના 'અભણ ગુજરાતી' વાળા નિવેદનથી રાજકારણ ગરમાયું!: અર્જુન મોઢવાડિયા અને ભાજપના નેતાઓએ કોંગ્રેસને લીધી આડેહાથ






