Home Gujarat Ahemdabad Rural Police Arrest Accused Who Robbed A Customer In Arickshaw

અમદાવાદ ગ્રામ્ય LCBને મળી મોટી સફળતા : રીક્ષામાં બેચાડી લૂંટ ચલાવનાર આરોપી પોલીસના કબજે

અમદાવાદ ગ્રામ્ય LCBને મળી મોટી સફળતા
Published by: OBS Bureau
Last Updated: Jun 10, 2025, 01:37 PM IST

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ રીક્ષામાં મહિલા પેસેન્જરની લૂંટ કરનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના સુધી માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

LCBએ બાતમીના આધારે કિરણ ઉર્ફે ગાંડો ચુનારાને ઝડપી પાડ્યો છે. આરોપી સાણંદનો રહેવાસી છે. તેની પાસેથી 15 ગ્રામ સોનાના દાગીના, એક મોબાઇલ ફોન અને સીએનજી રીક્ષા મળી આવી છે. કુલ મુદ્દામાલની કિંમત 3.40 લાખ રૂપિયા છે.આરોપીએ અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રીક્ષામાં પેસેન્જર તરીકે મહિલાને બેસાડી, તેના કાનની બુટ કાપીને લૂંટ કરી હતી.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા જાણવા મળ્યું કે, તેની સામે અગાઉ પ્રોહિબિશન, અપહરણ, ચોરી અને લૂંટના કેસો નોંધાયેલા છે. આ કેસો ચાંગોદર, સાણંદ, આણંદ રૂરલ, હિંમતનગર રૂરલ, અસલાલી, કણભા, ઇડર અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now