અમદાવાદના સરખેજ વિસ્તારમાં ચાલતા કેફેમાં પોલીસ રેડ કરતા ગેરકાયદે હુક્કાબાર મળી આવ્યાં હતા. પોલીસે હુક્કાબાર સાથે તમે કામ કરતા બે વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે કેફેના ત્રણ માલિક ફરાર છે. પોલીસે હુક્કાબારમાંથી ફ્લેવર તમાકુ, હુક્કા સહિત 35,000થી વધુ રૂપિયાના મુદ્દામાલ કબજે કર્યો છે.
નિકોટીનયુક્ત તમાકુ સાથે બે વ્યક્તિની ધરપકડ
અમદાવાદના પોશ વિસ્તાર અને યુવાઓથી ધમધમતા મકરબા મહમંદપુરા રોડ પરથી સરખેજ પોલીસે બાતમીના આધારે બ્રૂ રોસ્ટ કેફેમાં રેડ કરી હતી. આ કેફેમાં રેડ દરમિયાન ગેરકાયદેસર ચાલી રહેલું હુક્કાબાર ઝડપાયું હતું. બહારથી લોકો કેફેમાં હુક્કો પીવા આવતા હતા.પોલીસે જુદા-જુદા ફ્લેવરના હુક્કા અને નિકોટીનયુક્ત તમાકુવાળા હુક્કા કબજે કર્યા છે. કેફેમાંથી કુલ 35 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કેફેમાંથી કામ કરતા હબીબ અહેમદ હક અને જસ્ટિન પરેરાની ધરપકડ કરી છે. જ્યાર કેફેના માલિક દિવ્યરાજસિંહ ચાવડા, હામિદ અને વિનય તિવારી ફરાર છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






